________________
મહેસાણા-પાઠશાળાના પ્રેરક પંજાબી દાનવિજયજી મહારાજ
આ. પ્રદ્યુમ્નસૂરિ
વિ. સં. ૨૦૪૭ના વર્ષમાં રાજકોટથી મોરબી થઈને કચ્છની પંચતીર્થીની યાત્રાએ જવાનું થયું ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ક્યારેય ન જોયા હોય તેવાં દશ્યો જોવા મળ્યાં. તે દૃશ્યો પૈકીમાં પત્રીમાં જોયેલા દશ્યથી ઘણું આશ્ચર્ય થયું. વાંકી-પત્રી એવું એ ગામનું નામ ભેગું જ બોલાય છે. તે પત્રીમાં અમે ગયા. આપણા દેરાસરની પાસે નજીકમાં જ સ્થાનક હતું. તેમાં વયોવૃદ્ધ શ્રીપૂનમચંદન મહારાજ વગેરે સ્થાનકવાસી પરંપરાના સાધુઓ હતા. અમે ગયા ત્યારે વ્યાખ્યાન ચાલુ હતું. અમે વયોવૃદ્ધ પૂનમચંદજી મહારાજને મળ્યા. તેઓ આંખે અક્ષમ થઈ ગયા હતા. તે પછી વ્યાખ્યાન હોલમાં આવ્યા ત્યાં ભીંત ઉપર લાઈનસર આઠકોટી મોટી પક્ષની પરંપરાના સ્થાનકવાસી મુનિઓના ફોટા હતા. પહેલી જ વાર આવા ફોટા એક સ્થાનકવાસીના ઉપાશ્રયમાં જોયા. થોડું આશ્ચર્ય થયું. અમે અમારા ઉપાશ્રયે આવ્યા. થોડી વારે દેરાસરે દર્શન કરવા ગયા. ત્યાં તો મોટું આશ્ચર્ય જોયું. સ્થાનકમાંથી વ્યાખ્યાન સાંભળીને બધા શ્રોતા-મુખ્યત્વે બહેનો હતાંદેરાસરે દર્શન કરવા આવવા લાગ્યા. મને થયું આ શું?
પછી તો તે સાધુ મહારાજ સાથે નિરાંતે વાતો થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે કચ્છમાં સ્થાનક પરંપરાના બે ફાંટા. મોટી પક્ષ અને નાની પક્ષ. નાની પક્ષ કટ્ટર ત્યારે મોટી પક્ષ ઉદાર. મંદિરે દર્શન કરવાનો વિરોધ નહીં. પૂજાપદ્ધતિ સામે મતભેદ. છતાં તે વાતને વ્યાખ્યાનમાં છેડે નહીં. એટલું જ નહીં પણ જ્યારે પાટણથી નગીનદાસ કરમચંદનો છરી પાળતો સંઘ કચ્છમાં આવ્યો હતો ત્યારે કંઠી પ્રદેશમાં ગામોગામ શ્રીસંઘના સામૈયામાં આ મોટી પક્ષના સાધુની પ્રેરણા હતી. સામૈયા બાદ વ્યાખ્યાનમાં પણ સાથે બેસતાં.
મને તો આ બધું સાંભળીને ખૂબ નવાઈ લાગી. પછી અમે વાંકી ગયા. તો ત્યાં સ્થાનકવાસી સાધુની આરસની છબી(સ્મારક) બનેલી જોઈ. ત્યાં રહેલા સ્થાનકવાસી સાધુ સામે ચાલીને મળવા આવ્યા. ખૂબ પ્રેમથી વર્યા. ઘણી સારી સારી મુક્ત મને વાતો કરી. મને આવી ઉદારણીય ઉદારતાનું પગેરું શોધવાની તાલાવેલી થઈ. અને “જે શોધ છે તેને મળે છે તે નિયમાનુસાર તેનું મૂળ કારણ જાણવા મળ્યું.
આવી સઘળી ઉદારતાના સાચા યશના અધિકારી છે પૂજ્ય પંજાબી મુનિશ્રી દાનવિજયજી મહારાજ. વર્તમાન તપાગચ્છની વિજય શાળાના સર્વાધિક સાધુઓનો ગુરુવર્ય પંજાબી છે.
સૌજન્ય : શ્રી રામજીભાઈ રાયશીભાઈ, મુંબઈ
[૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org