________________
ખરેખર ચમત્કાર પામતા અને પોતે સ્યાદ્વાદ માર્ગનું એટલી મજબૂતાઈથી ન્યાયયુક્ત પ્રતિપાદન કરતા હતા કે બીજાઓને ન્યાયથી જવાબ દેવો મુશ્કેલ થઈ પડતો. પોતાને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા તોપણ ગિરિરાજ ઉપર પોતાનો ભક્તિભાવ એટલો અપૂર્વ હતો કે મરણાંત સમયે પણ તેમની દર્શન કરવાની તેમને તીવ્ર ઉત્કંઠા થઈ અને તેથી તેમને પાલિતાણા લાવવામાં આવ્યા હતા જયાં બે દિવસ રહીને પોતે અષાડ સુદ-૧૩ ના રોજ રાત્રે સુમારે નવ વાગતાં કાળધર્મ પામ્યા. આવા ન્યાયી વૈરાગી વિદ્વાનોમાં મુગટ સમાન અને સિદ્ધાચળજી ઉપર રૂંવે રૂંવે દીપી નીકળતા ભક્તિભાવયુક્ત મુનિરાજનો વિરહ જૈન કોમને એવી ભારે ખોટ પડી છે કે તે પુરાવવી મુશ્કેલ છે. સાધુઓની ફરજ છે કે તેવા પુરુષોને પગલે ચાલીને તીર્થરક્ષણમાં અવશ્ય મથતાં રહેવું, જ્ઞાન ભણવા ગણવાનો ઉદ્યમ રાખવો અને તે રીતે ધર્મનો પ્રભાવ કરવો. કાળનું વિકરાળ સ્વરૂપ છે. મનુષ્યભવ અને વળી ચારિત્ર મહાપુણ્યના યોગે સંપાદન થાય છે તો જે કાળ જ્ઞાન ધ્યાન અને શાસનના રક્ષણમાં ગયો તે અમૂલ્ય ગણીને અવશ્ય આવા સત્કાર્યમાં સતેજ લાગણી ઝળકાવતાં રહેવું તેમાં જ આત્મકલ્યાણ છે.
(તત્ત્વ વિવેચક માસિક વર્ષ ૧ અંક-૮ સં-૧૯૫૮ અષાઢ વદિ-૧)
આવા પરમજ્ઞાનયોગી મહાપુરુષનાં ચરણોમાં પ્રણામ કરીને પ્રાર્થના કરવાનું મન થાય છે. આપના પ્રભાવે વર્તમાન સંઘમાં ઝાંખો થઈ ગયેલો જ્ઞાનદીપ ફરીથી ઝળહળતો-ઝગમગતો બને એ જ પ્રાર્થના.
સૌજન્ય : ચંદુલાલ ચુનીલાલ શાહ પરિવાર, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org