________________
શેઠશ્રીએ પોતાના ટૂંક નિવેદનમાં જણાવ્યું હતું કે...
“મારા જેવા અમેરિકાથી ભણીને આવેલા ધર્મથી અજ્ઞાન માણસને શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીએ મારા પિતાશ્રીને ભલામણ કરીને આ સંસ્થાના પ્રમુખપદે જ બેસાડી દીધો.
એ વખતે ખરેખર મને મનમાં ભય રહેતો કે હું તો આ બધા વિષયોથી સાવ અપરિચિત છું તો કઈ રીતે સેવા આપી શકીશ ? પણ મારા પૂ. પિતાશ્રીની સતત પ્રેરણા મને મળતી રહી કે, ‘તમારે જિંદગીનો અમુક સમય આવી સંસ્થાઓ, ધર્મ અને સમાજની સેવા પાછળ આપવો જરૂરી છે.' અને પછી તો કેટલાક પંડિતવર્યો તેમ જ પૂજ્ય મુનિ મહાત્માઓના પરિચયમાં આવવાનું થયું. અને મને જૈન ધર્મના સિદ્ધાંતોનો પરિચય થવા લાગ્યો. પછી તો મેં ધર્મનું વાંચન પણ ચાલુ રાખ્યું, જેનાથી મને સમજાયું કે આ એક શ્રેષ્ઠ કાર્ય છે. જો સમ્યગ્ જ્ઞાનનો પ્રચાર નહિ થાય તો બધે અંધારું થઈ જશે.
તમે સહુ પંડિતો અને નાના-મોટા સહુ કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થા પ્રત્યેના ઋણનો સ્વીકાર કરી, જે ઋણ નિધિને માતબર રકમથી છલકાવી દીધો છે, તે બદલ સહુને ધન્યવાદ અને અભિનંદન. હજુ પણ સંસ્થા પ્રત્યેની લાગણી વધારશો અને દેશના ખૂણે ખૂણે સમ્યગ્ જ્ઞાનનો પ્રચાર કરો એવી મારી સહુને શુભેચ્છા પાઠવું છું.”
ત્યાર બાદ આ પ્રસંગે ઉપસ્થિત દીક્ષાર્થી બાળકો તથા યુવાનોનું બહુમાન કરતાં શેઠશ્રીએ ગદ્ગદ થતાં કહ્યું કે “ખરેખર આ સંયમનો માર્ગ જ સાચો છે. હું મારી જાતને આ માટે એટલી યોગ્ય અને શક્તિમાન નથી બનાવી શક્યો. પરંતુ આ જ સાચો પંથ છે. અને જ્ઞાનનું સાચું ફળ વિરતિ છે. એવું ચોક્કસ સમજ્યો છું.”
શેઠશ્રીના વક્તવ્ય બાદ આભારિવિધ થઈ હતી.
આ મંગલ પ્રસંગે...
બપોરે ૧૨-૩૯ વિજય મુહૂર્તે ૪૫ આગમની પૂજાનો મંગલ પ્રારંભ મોટા દહેરાસરમાં થયો હતો. આ પ્રસંગે દહેરાસરને ૪૫ આગમના વિવિધ ચિત્રપટોથી શોભાયમાન કરવામાં આવ્યું હતું.
સુપ્રસિદ્ધ સંગીતકારો શ્રી ગજાનનભાઈ ઠાકુર તથા શ્રી દિલીપભાઈ ઠાકુર (શંખેશ્વરવાળા) પોતાની સંગીત મંડળીઓ સાથે પધારીને શ્રી જિનભક્તિ અને આગમ ભક્તિને સુમધુર રાગરાગિણી અને સંગીત વાદ્યોથી આકર્ષક અને ભક્તિરસ-તરબોળ બનાવી હતી.
બહુ મોટી સંખ્યામાં વિદ્વાનો તથા મહેસાણા સંઘના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં ઊજવાયેલો આ જિનભક્તિ-મહોત્સવ ખરેખર સહુને માટે ખૂબ જ ઉત્સાહપ્રેરક અને અનુમોદનીય બન્યો હતો.
મહેસાણાનાં તમામ જિનાલયોમાં ભવ્ય અંગ રચના કરાવેલ.
આ પ્રસંગે ગાયોને ઘાસચારો વગેરે અનુકંપા દાન પણ કરવામાં આવેલ.
સૌજન્ય : શ્રી મિસ્ત્રી પ્રભુદાસ મનજી, સાબરમતી
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org