________________
૧૦૧મા વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી
જગપ્રસિદ્ધ શ્રી મહેસાણા પાઠશાળાનો વાર્ષિક દિન વિ. સં. ૨૦૫૪ ના કારતક સુદ ૩ તા. ૩.૧૧.૯૭ સોમવારના શુભ દિને ભવ્ય રીતે ઊજવાયો. માતૃ સંસ્થાના સુપુત્રો ગણાતા વિદ્વાન સારસ્વતો આગળના દિવસે જ આવીને આ મંગલ કાર્યક્રમના આયોજનમાં જોડાઈ ગયા હતા.
અને કારતક સુદ ૩ ના સવારે ૯-૦૦ વાગે ૪૫ આગમની ભવ્ય શોભાયાત્રા અને પ્રભુજીની રથયાત્રાનો સંસ્થાના મકાન પાસેથી પ્રારંભ થયો. પ. પૂ.મુનિપ્રવર શ્રી અરુણોદયસાગરજી મ. સા.ગણિ આદિ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની પવિત્ર નિશ્રા હતી. તો મહેસાણા જૈન સંઘના તમામ અગ્રણી સુશ્રાવકો તથા સકળ સંઘના ભાઈ-બહેનો, બાળકબાલિકાઓ મોટી સંખ્યામાં દષ્ટિગોચર થતાં હતાં.
સંસ્થાના માનનીય અધ્યક્ષ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આદિ અતિથિ વિશેષોની ઉપસ્થિતિ પણ સહુનું ધ્યાન ખેંચતી હતી. શેઠશ્રી તથા દરેક અગ્રણીઓ તેમ જ પધારેલા વિદ્વાન પંડિતવર્યો આદિએ માથે લાલ પાઘડીઓથી સાફા બાંધીને આ શોભાયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતી આ યાત્રાએ સમગ્ર મહેસાણાના નાગરિકોનું ધ્યાન ખેંચ્યું હતું કે, “આપણા નગરની એક મહાન સંસ્થા આજે સો વર્ષ પૂર્ણ કરીને ૧૦૧મા વર્ષમાં પ્રવેશી રહી છે.” સહુ કોઈ જૈન જૈનેતરભાઈબહેનો માટે આ એક ગૌરવનો પ્રસંગ હોય તેવું સહુના મુખ પરના હાવભાવ ઉપરથી દશ્યમાન થતું હતું. શ્રી સુમતિ જિન સંગીત મંડળમહેસાણાના યુવાનોએ આ રથયાત્રાનું સંચાલન સંભાળ્યું હતું.
આ શોભાયાત્રા (વરઘોડો) શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુના મુખ્ય જિનાલયે સમાપ્ત થયો હતો જયાં સહુ જિનદર્શન કરીને વિખરાયાં હતાં.
- ત્યાર બાદ શેઠશ્રી શ્રેણિકભાઈની અધ્યક્ષતામાં સંસ્થાના મકાનમાં એક નાનકડો અનુમોદન સમારંભ યોજાયો હતો જેમાં સર્વ પ્રથમ શેઠશ્રીના વરદ હસ્તે સંસ્થાના પ્રાર્થના મંદિરમાં જ્ઞાનના પંચદીપ પ્રગટાવીને આજના આ શુભદિનને વધાવ્યો હતો.
શતાબ્દી મહોત્સવ સમિતિના સંચાલક પં. શ્રી વસંતભાઈ એમ. દોશીએ આ સંસ્થાનો તથા શતાબ્દી મહોત્સવનો ટૂંક ખ્યાલ આપીને શેઠશ્રી શ્રેણિકભાઈની સંસ્થા પ્રત્યેની તથા સમ્યમ્ જ્ઞાન પ્રત્યેની લાગણીની ખૂબ અનુમોદના કરી હતી. અને શેઠશ્રીને આ પ્રસંગે શુભાશિષ અને શુભભાવના વ્યક્ત કરવા વિનંતિ કરી હતી.
સૌજન્ય : શ્રી અમી પોલીમર્સ, સાબરમતી
૨૧ ]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org