________________
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પ્રખર સ્યાદ્વાદી ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
છબીલદાસ કેશરીચંદ સંઘવી
ઉપાધ્યાયજી મહારાજ લઘુહરિભદ્ર કે દ્વિતીય હેમચંદ્ર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર, ગુર્જરદેશની મહાન વિભૂતિ, શ્રી જિનશાસન પ્રભાવક, યશોવિજયજી મહારાજશ્રીના જીવન ઉપર શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની શતાબ્દી ઉજવણી પ્રસંગે (તેમના નામની પાઠશાળા હોઈને) વિવિધ વિષયક અનેકાનેક લેખસામગ્રી આવવાનો સંભવ છે, કારણ કે ઉપાધ્યાયજી પ્રત્યે હાર્દિક ભક્તિ સહુ કોઈ વિદ્વદ્વર્ગ કે આમ જનતાના હૈયામાં એક યા બીજી રીતે છલોછલ ભરેલી છે. તેમાં આ ભાગ્યું-તૂટ્યું આલેખન પણ એક કડીરૂપ બને તેમ ઇચ્છું છું, તો તે અસ્થાને નહીં ગણાય.
ઉપાધ્યાયજી મહારાજે પ્રાચીન કાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં કરવાના કારણે યા બીજા કોઈ કારણે પોતે કોઈ પણ સ્થળે પોતાના જીવનનો ઉલ્લેખ પણ કર્યો નથી. પણ તેઓશ્રીના સમકાલીન પ. પૂ. કાંતિવિજયજી કૃત “સુજશવલિભાસ” નામના ગ્રંથ ઉપરથી જે કાંઈ સ્પષ્ટીસ્પષ્ટ બીના મળે છે, તે પ્રસિદ્ધ થયેલ છે, છતાં જન્મદિવસની નોંધ કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી.
ઉપાધ્યાયજી મહારાજાને વિદ્યાના અવતાર કહીએ તો પણ તે અતિશયોક્તિ ભરેલું નથી, કારણ કે તેમના સમયમાં તેમણે વિદ્યાનો ફેલાવો એટલો બધો કર્યો હતો કે સામાન્ય જનતા પણ શ્લોકબદ્ધ રીતે તેમ જ ન્યાયની ભાષામાં વાતચીત કરી શકતી હતી.
ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોશ, યોગ, ધર્મશાસ્ત્ર વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ લખ્યું ન હોય, બીજા ગ્રંથકારોના સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં ભાષાંતરો ગુજરાતી કે હિંદીમાં થયાં, ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક દ્રવ્ય-ગુણ-પર્યાય”ના રાસનું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતું એ તેમની અપૂર્વ ગ્રંથકાર તરીકેની સામર્થ્ય જણાવતી વિશિષ્ટતા છે.
ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈન શાસનનો બહોળો ફેલાવો કર્યો છે, અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન કર્યું છે. આજથી ત્રણસો વર્ષ પહેલાંનો એટલે તે મહાપુરુષનો સમય એવો હતો કે જો તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાક્યા હોત તો જૈન
સૌજન્ય : શ્રી મિસ્ત્રી પ્રભુદાસ મનજી, સાબરમતી
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org