SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આ મોહમય ભીષણકાળમાં પણ રમણીય સુસંસ્કારરૂપી સુરભિમય પુષ્પોનું ઉદ્ભાવન કરવા રૂપ સાક્ષાત્ કલ્પવૃક્ષ સંદેશ “શ્રી યશોવિજય જૈન પાઠશાળા”-(મહેસાણા) જગહિતમાત્ર માટે કાર્ય કરતી સો વર્ષથી ઊભી છે-જેમ અનેક ભાગ્યવાનોએ ગ્રહણ અને આસેવન શિક્ષા પ્રાપ્ત કરી છે તેમ જ સદુપદેશ જગતભરમાં કરવાના માધ્યમે જૈનશાસનનું અવ્યવચ્છિન્નપણું જાળવ્યું છે, જાળવશે તેમજ જાળવી રહ્યા છે... અનુમાન કરી શકાય છે કે એના મૂળમાં બીનું વહન કરનારે કેવા ભાવરૂપી અમૃતવર્ષાનું આપાદન કર્યું હશે. તે દિવસ અને ઘડી પણ ધન્ય છે... અમારા સમગ્ર સાધુ-સાધ્વીવતી મહારા અંતરના એવા આશીર્વાદ છે કે આ પાઠશાળાની ખૂબ ખૂબ પ્રગતિ થાઓ અને એના માધ્યમે અન્ય-અનેકવિધ જ્ઞાનશાળા રૂપ શાખાના નિર્માણ થવા દ્વારા જગતનું કલ્યાણ કરનારી નીવડો ! વિશેષમાં હારા અમુક સાધુઓ આ પાઠશાળામાં અધ્યયન કરી ચૂક્યા છે જેનો હું આનંદ અને ગૌરવ અનુભવું છું. અંતરેચ્છા એ પણ છે કે કર્મગ્રંથ-સંસ્કૃત-વ્યાકરણાદિનું અધ્યયને જે સુંદર શૈલીએ સચોટપણે અત્રે કરાવાય છે. તે જ રીતે કોઈ પ્રકારે જો ન્યાય સંબંધી(દ્રવ્યાનુયોગ)ના ઊંચા પંથે રહેલ ગ્રંથોના અધ્યાપનની વ્યવસ્થા થાય તો કદાચ “મીની મહોપાધ્યાય પકવી શકાશે. તેથી તેવો પ્રયાસ સંસ્થા કરશે. તેવી શુભેચ્છા-અસ્તુ શુભમસ્તુ સંઘસ્ય. – વિજયહેમપ્રભસૂરિ તા. ૧૭-૧૨-૯૭ ધર્મલાભ સમગ્ર ભારતમાં અનેક રીતે પ્રસિદ્ધિ પામેલ તેમ જ શાસન માટે અતિ ઉપયોગી સાબિત થયેલી આ પાઠશાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશી રહી છે. તેને ઐતિહાસિક ઘટના ગણી શકાય. ૧૦૦ વર્ષ દરમ્યાન આ સંસ્થાએ જે રીતે સર્વાગી વિકાસ સાધીને શાસનની સેવા કરી છે તે અનુમોદનીય છે. તેમ જ તેના માટે આ સંસ્થામાં તન-મન-ધનનો સહકાર આપનારા સહુ પુણ્યાત્માઓને ધન્યવાદ ધટે છે. તે જ રીતે આ પાઠશાળા આગળના વર્ષોમાં પણ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી શાસનને માટે અતિ ઉપયોગી બની રહે એ જ મંગલ કામના. આ સંસ્થામાં અભ્યાસ કરીને ઘણા સાધુઓ, માસ્તરો શાસનને મળ્યા છે. ઘણા સાધુ સાધ્વીજી આ સંસ્થામાં સારો અભ્યાસ કરીને તૈયાર થયા છે. તે ઘણુ અનુમોદનીય છે. – વિજય જયઘોષસૂરિ સૌજન્ય : શ્રી કીર્તિલાલ મહાસુખલાલ શાહ Jain Education International For Private & Personal Use Only • WWW.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy