________________
ધર્મલાભ
શતાબ્દી પૂર્ણ થાય છે તેમાં ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી વેણીચંદભાઈએ તન-મન-ધનથી આ પાઠશાળા સ્થાપન કરી સમ્યજ્ઞાનનો પ્રચાર કરેલ છે, જે ખૂબ જ અનુમોદનીય છે. અને આ પાઠશાળામાં અભ્યાસ કરી અનેક આત્માઓ સંયમના માર્ગે વિચરી રહ્યા છે. અને આ પાઠશાળામાં અભ્યાસ કરી અનેક પંડિતો તૈયાર થઈ શાસનની સેવા કરી રહ્યા છે. આ કાળમાં આવી પાઠશાળાઓની ખૂબ જ જરૂર છે. પરંતુ આખા ભારતવર્ષમાં આ એક જ પાઠશાળા છે. અને બીજી અમારા ગુરુ મહારાજ શ્રી મંગલપ્રભસૂરીશ્વરજીએ સ્થાપના શીવગંજ(રાજસ્થાન)માં કરેલી પણ હમણા નાકોડામાં પાઠશાળા ચાલે છે. તેમાં પણ અનેક આત્માઓએ દીક્ષા લીધી છે. પંડિતો થયા તમે પણ આવી રીતે પાઠશાળાનો વિકાસ કરી સભ્યજ્ઞાનનો પ્રચાર કરવાની ધગશ રાખો છો તે અનુમોદનીય છે. આવા શાસનના કામથી આત્મા તીર્થંકર સુધીના પુણ્ય પણ ઉપાર્જન કરી શકે છે. માટે તે મુજબ વિકાસ કરશો એ જ અંતરની શુભાશિષલ.
– અરિહંતસિદ્ધસૂરિ
૧૦
અહં નમઃ
Jain Education International
ધર્મલાભ
સમગ્ર જગતમાં પારસમણિ કરતાં પણ અધિકતમ મૂલ્યવાન એવા સદ્ગુણજન્ય શુભ સંસ્કારો છે. જેમ કોમળ એવી મૃત્તિકા ચક્ર ઉપર ચઢાવવાદિ અનેકવિધ સંસ્કારો પછી ઘટનું રૂપ ધારણ કરે છે. વળી સુવર્ણને પણ અગ્નિ સંયોગ કરાવાય તો તેનું તેજ વધુ દીપી ઊઠે છે, સ્નિગ્ધ દહીમાં મંથન-વ્યાપારથી માખણનો પ્રાદુર્ભાવ થાય છે. તે જ રીતે આર્યભૂમિ ઉપર જન્મ થવા સાથે લખલૂટ પુણ્ય સામગ્રીના સદ્ભાવે, અનંત સુખમયમોક્ષ માર્ગ પ્રરૂપક-સુસંસ્કારાધારસ્તંભ એવા જૈનશાસનનો મનોહર મેળાપ થયે છતે દરેક જીવાત્માએ અનાદિ મિલન કુવાસનાઓનું નિષ્કાસન ક૨વા તેમ જ શુભસંસ્કારોનો વિકાસ કરવા ખૂબ મથવું પડે છે. વર્તમાનયુગમાં ભૌતિક આકર્ષણમય પણ પરિણામે અતિક્લિષ્ટ વિટંબણાદાયી એવાં અનેક શિક્ષણસ્થળો દેખાય છે. જેનું ઘણા હોંશેહોંશે આલંબન લેવાઈ રહ્યું છે. પણ બીજા તબક્કે જ ધર્મનિષ્ઠભાવના રૂપી રસાયનને આરોગવા રૂપ તેવાં તેવાં ઉચ્ચતર-ઉચ્ચતમ આલંબનો ન સેવાય તો તે ભૌતિક-કુબોધ રૂપી ‘ઝેર’ વ્યક્તિ, પરિવાર, સમાજ યાવત્ સમગ્ર દેશના ચારિત્રને રગદોળતાં વાર નહીં લગાડે. તે માટે હિતબુદ્ધિથી સજ્જન-તેમ જ અનુશાસનબદ્ધ એવા મહાપુરુષો વડે આવાં સ્થળો (પાઠશાળા, સંસ્થાદિ)નું બંધારણ ઊભું કરવામાં આવે છે જે ખૂબ પ્રશંસાપાત્ર છે.
૯.૮.૯૭
સૌજન્ય : શ્રી મયૂરભાઈ મણિલાલ શાહ, ખંભાત
For Private & Personal Use Only
ભાદરવા સુ ૮
www.jainelibrary.org