________________
ધર્મલાભ
જિનપ્રતિમા એ જિનેશ્વર પરમાત્માનો સ્થાપના દેહ છે. પણ.. આગમવાણી એ તો પરમાત્માનો અક્ષરદેહ છે, વાણીદેહ છે.
આ જિનાગમો રૂપ, શ્રુતજ્ઞાન ન હોત તો દૂષમકાળના દોષથી દૂષિત થયેલા અમારા જેવા જીવોનું શું થાત ? આમ કરીને મહાન વિદ્વાન પૂ. શ્રી હરિભદ્રસૂરિ મ. સાહેબે કલિકાલે જહાજ સમું શ્રુતજ્ઞાનનું મહત્ત્વ આંક્યું છે.
આ શ્રુતજ્ઞાનના દીપને ઝળહળતો રાખવામાં ઘી પૂરનારી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાને ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.
“દૂષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણ કો આધારા”
૧૦૦ વર્ષ પ્રાચીન જિનબિંબવાળુ જિનાલય આજે તીર્થ સ્વરૂપ ગણાય છે તો ૧૦૦ વર્ષ પ્રાચીન આ જ્ઞાનદાત્રી સંસ્થા પણ તીર્થસ્વરૂપી બની છે એનું ગૌરવ સમગ્ર જિનશાસનને છે.
૧૪૫ શ્રમણોની ભેટ આવી વડલા જેવી વિરાટ વિસામા સ્વરૂપ તમામ જૈન પાઠશાળાઓની આદર્શ આદ્યમાતા જેવી આ સંસ્થાનો સર્વાગીણ વિકાસ થાય, ખૂબ ફાલેફુલે જૈન સંઘના જ્ઞાનવારસાને જાળવવામાં બીજ અને આધાર બને એવી મહિમાવંત દાદાશ્રી શંખેશ્વરને અને પૂજ્યપાદ વિક્રમસૂરીશ્વરજી મ.સા. ને હાર્દિક પ્રાર્થના.
- જિનભદ્રસૂરિ મ.સા.
ધર્મલાભ
શતાબ્દી સુવર્ણ મહોત્સવ પ્રસંગે આ પાઠશાળાએ જેમ ભૂતકાળની ઉચ્ચતમ ધારણા સિદ્ધ કરી છે તેમ ભવિષ્યની સવાઈ ઉજ્જવલતાને સિદ્ધ કરે અને સમાજના ઉત્થાનમાં વિશિષ્ટ યોગદાન કરે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ
– અરવિંદસૂરિ
૧ ર
સૌજન્ય : શ્રી જયંતિલાલ પોપટલાલ શાહ, ચાણસ્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org