________________
શ્રુતગંગાનો આ પ્રવાહ જિનશાસનને વધુ ને વધુ કીર્તિવંતુ બનાવતો રહ્યો.
આજથી એક સો વર્ષ પૂર્વે આ શ્રુતગંગાના પ્રવાહમાં આવેલી ઓટને ભરતીમાં પરિવર્તિત કરવા માટેનું ભગીરથ કાર્ય કરવાનો સુશ્રાવક શ્રી વેણીચંદ સૂરચંદ શાહે નિર્ધાર કર્યો. એમના હૃદયમાં શ્રુતગંગાના સુકાતા જતા પ્રવાહને જોઈને અપાર વેદના હતી. ધર્મની આ જ્ઞાનધારા સહેજે સુકાય તે કેમ ચાલે ? આ શ્રુતગંગાનો પ્રવાહ જ પ્રત્યેકના જીવનને ધર્મભાવનાથી દીપ્તિમંત કરતો હતો. એ પ્રવાહ થોડોય લુપ્ત થાય તો ધર્મઆરાધકોનો માર્ગ ઝાંખો પડે. શ્રાવકોના જીવનમાં ધર્માચરણને બદલે અન્ય આચરણો પેસી જાય. આવી પરિસ્થિતિ તો મૂળમાં કુહાડાનો ઘા કરનારી હોવાથી સુશ્રાવક વેણીચંદભાઈએ આને માટે મનોમન ભેખ લીધો. ધર્મની આ ગંગાને અને શ્રુતજ્ઞાનની આ આરાધનાને માટે શ્રેષ્ઠીવર્ય વેણીચંદભાઈએ તન, મન અને ધનથી પ્રયાસ કરવાનો દઢ નિર્ધાર કર્યો. સમ્યક જ્ઞાનધન શ્રી જૈન સંઘની જિજ્ઞાસુ આત્માઓને સરળતાથી સુલભ બને એ જ એમનું એક માત્ર લક્ષબિંદુ હતું.
એ સમયે અને એ કાળે જૈન સંઘમાં ધાર્મિક અધ્યયન ઘણું અલ્પ પ્રમાણમાં હતું. એક બાજુ જૈન દર્શનનાં ગહન તત્ત્વોને પામવા માટે સ્વાધ્યાયરત પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને યોગ્ય અભ્યાસની સુવિધા શ્રી સંઘમાં ઉપલબ્ધ ન હતી. બીજી બાજુ બાળકોમાં પાયાના સંસ્કારનું સિંચન કરે એવા ધાર્મિક શિક્ષણ આપી શકે તેવા અધ્યાપકોની ભારે ખોટ હતી. આ પરિસ્થિતિને કારણે એક એવું દુર્ભાગ્ય જાગ્યું કે જગતમાં મહાન કહેવાતું જૈનદર્શન જૈન શ્રાવકો સુધી પહોંચતું નહોતું. આથી આચારમાર્ગમાં પણ શિથિલતા આવતી હતી.
આવી વિકટ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે બે ક્ષેત્રમાં એક સાથે અસરકારક કાર્ય કરવાની જરૂર હતી. આ બંને આશયને લક્ષમાં રાખીને શ્રેષ્ઠીવર્ય શ્રી વેણીચંદભાઈએ વિ.સં. ૧૯૫૪ની કારતક સુદ ત્રીજે “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. આ કામ ઘણું કઠિન હતું. હાથમાં બત્તી, ટીપનો કાગળ કે ચોપડી અને પેન્સિલ લઈને મોડી રાતના છેક બે વાગ્યા સુધી તેઓ રકમ મેળવવા માટે ફરતા હતા. એક બાજુ ઉપવાસ ચાલતા હોય અને બીજી બાજુ પાઠશાળાના કામ માટે સતત એક ગામથી બીજે ગામ જતા હોય. સાચા ભેખધારીને માટે પળેપળ અમૂલ્ય હોય છે. એ દૃષ્ટિએ ક્યારેક દિવસોના દિવસો સુધી હજામત કરાવવાનો સમય મળતો નહિ, કોઈ વાર તો રાત્રે પોતે હાથમાં દીવો પકડી રાખે. હજામ હજામત કરે જાય અને કારકુન ટપાલ લખે જાય. ક્યારેક ટીકાઓની ઝડીનો સામનો કરવો પડે. ક્યારેક ઉપેક્ષા કે અપમાન પણ થાય, પરંતુ વેણીચંદભાઈને તો ધર્મકાર્યોમાં અપાર આનંદ આવતો હતો. ઉપેક્ષા કે અવગણનાને ક્ષણવારમાં ભૂલી જતા હતા.
પાઠશાળાની સ્થાપના થઈ અને મનોમન વિચાર આવ્યો કે જિનશાસનમાં જેનું વચન મહામૂલું કહેવાય છે એવા સૂતધર પુરુષ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની હૃતોપાસનાની સ્મૃતિરૂપે આ સંસ્થા સાથે એમનું નામ જોડવું. સહુને જાણ હતી કે જૈનશાસનમાં “ઉપાધ્યાયજી આમ કહે છે.” એ વચન જ શાસ્ત્રીય પ્રમાણભૂતતાની મહોર સમું બની ગયું હતું. વળી મહેસાણાની નજીકમાં જ આવેલા કનોડું ગામમાં જૈનશાસનના મહોપાધ્યાય શ્રી
I૧૯૨સૌજન્ય : શ્રી શાહ જસુમતીબેન રિખવચંદ જેઠાલાલ (લીવાળા), મુંબઈ
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org