________________
અગાધ શ્રુતજ્ઞાનની અનુપમ જ્ઞાનગંગા
કુમારપાળ દેસાઈ
વિશ્વમાં મહિમાવંતા જિનશાસનના બે મહત્ત્વના આધારસ્થંભોરૂપે જ્ઞાન અને ક્રિયા ગણાયા છે. જ્ઞાન વિનાની ક્રિયા જડ ગણાય. ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ મનાય. જ્ઞાન અને ક્રિયા પાંડિત્ય અને આચાર એ બંનેમાં જિનશાસનને જ્વલંત રત્નો આપનાર શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા એ જૈન ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. આજે સમગ્ર દેશમાં છેલ્લી એક શતાબ્દીથી જ્ઞાનગંગા વહેવડાવનાર આ સંસ્થા એનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ ઊજવે છે. આ મહોત્સવ તે જ્ઞાનવાન, આચારનિષ્ઠ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉચ્ચ અભ્યાસનો મહા મહોત્સવ છે. તો બીજી બાજુ વિદ્વાન અને ધર્મપરાયણ અધ્યાપકોનું સર્જન કરનારી સંસ્થાનું આ પાવન શતાબ્દી પર્વ છે.
ધર્મની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કાર્યરત સંસ્થા એ જ સાચી ધાર્મિક સંસ્થા કહેવાય. સંસ્થાઓ એ સંપત્તિના સર્જન માટે ક્યારેય ન હોય. એ તો જ્ઞાનસમૃદ્ધિના વિકસન માટે હોય. આમાં પણ દાનમાં શ્રેષ્ઠ એવા અભયદાન કરતાં પણ અપેક્ષાએ વિશેષ સમ્યક જ્ઞાનદાન એ સર્વોત્તમ દાન છે. આવું ઉત્કૃષ્ટ દાન આપવાની ભાવનાથી સર્જાયેલી આ સંસ્થા છે. અભયદાન એ તો માત્ર માનવીના દ્રવ્યપ્રાણનું રક્ષણ કરે છે જ્યારે સમ્યફ જ્ઞાનદાન તો ભાવપ્રાણોનું રક્ષણ કરે છે.
આપણે સહુ જાણીએ છીએ કે અરિહંત પરમાત્મા એમની દેશનાનો પ્રારંભ કરતાં ત્યારે મંગલાચરણરૂપે “મો તિસ્થ' એવું વચન ઉદ્ગારતા હતા. આ તીર્થ એટલે દ્વાદશાંગી. આ દ્વાદશાંગીને ખુદ તીર્થંકર પરમાત્મા નમસ્કાર કરતાં હોય તો તેની કેટલી અપાર મહત્તા ગણાય ! પોતાના જ ગણધરશિષ્યો દ્વારા રચાયેલી આ દ્વાદશાંગીને પરમતારક તીર્થકર દેવ આવો અગાધ આદર આપે તેનો મર્મ જ એ કે શ્રી તીર્થંકર પ્રભુએ પ્રવર્તાવેલા ધર્મમાં દ્વાદશાંગીનો અદ્વિતીય મહિમા છે.
| જિનશાસનના ઇતિહાસ પર દષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે આપણા યશસ્વી પૂર્વજોએ સદૈવ દ્વાદશાંગીને સમૃદ્ધ કરવા માટે અવિરતપણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા. આને માટે પોતાના અતિ મહત્ત્વનાં કાર્યોને થોડો સમય ગૌણ કરીને પણ આ સમૃદ્ધ પ્રવાહને વહેતો રાખવાનું જીવનલક્ષ બનાવ્યું હતું. આને પરિણામે સાધુવર્ગનું લક્ષ સદૈવ દ્વાદશાંગીના પ્રવાહને વહેતો રાખવા પર રહ્યું. શ્રાવકોના જીવનમાં પણ એનો સ્રોત સારા પ્રમાણમાં વહેતો રહ્યો.
સૌજન્ય : શ્રી રામજીભાઈ રાયશીભાઈ, મુંબઈ
૯િ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org