________________
યશોવિજયજી મહારાજનો જન્મ થયો હતો.
આ સમયે શ્રેષ્ઠીવર્યશ્રી વેણીચંદભાઈના મનમાં એક જ વિચાર ઘૂમતો હતો. ધર્મ અને શાસનનો આધાર વિદ્વાન અને ચારિત્રપાત્ર મુનિમહારાજો ઉપર છે, માટે ધર્મના અને શાસનના એ અંગને સંગીન બનાવવું જોઈએ.” આ વિચારને ન્યાયશાસ્ત્રના પ્રખર અભ્યાસી શ્રી દાનવિજયજી મહારાજની તથા પૂજય મુનિરાજશ્રી રવિસાગરજી મહારાજની પ્રેરણાભરી પુષ્ટિ મળી. પરિણામે નાણાંની સગવડ ઊભી થતાં મહેસાણાના શ્રાવકોના ઉત્સાહની સાથે એક પંડિત રોકીને આ સંસ્થાએ એનું કાર્ય શરૂ કર્યું. કાર્યમાં ધન આપનાર, દાન આપનાર કે એની સિદ્ધિ માટે અવિરત પ્રયત્ન કરનાર અથવા તો એ માટે પ્રેરનાર એવા કોઈનુંય નામ રાખવાને બદલે સંસ્થાનું નામ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા રાખવામાં આવ્યું. આ હકીકત એ દર્શાવે છે કે શ્રેષ્ઠીવર્ય વેણીચંદભાઈના પ્રયત્નોને કારણે શ્રુતજ્ઞાનનો પ્રવાહ વધુ વેગીલો બને તે માટે સહુ કોઈના હૃદયમાં અપાર ઉત્સાહ હતો. આ સંસ્થાની સ્થાપનાની ખુશાલીમાં એ દિવસે મહેસાણામાં તાબડતોબ વ્યવસ્થા કરીને સાધર્મિક વાત્સલ્ય કરવામાં આપ્યું હતું.
પાઠશાળાનું નામ વિશિષ્ટ રાખ્યું તો ગામ પણ આગવું પસંદ કર્યું. શ્રુતજ્ઞાનની ઉપાસના માટે એવું સ્થળ જોઈએ કે જ્યાં સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ થતા હોય. ઉત્તર ગુજરાતમાં એ સમયે મહેસાણા ગામમાં જૈનોની જાહોજલાલી હતી. ઉપાશ્રયોની અનુકૂળતા હતી. પૂજ્ય સાધુસાધ્વી ભગવંતોનું વિશેષ વિચરણ ક્ષેત્ર હતું. વળી મહેસાણા એ ઉત્તર ગુજરાતને છેડે નહિ બ સમગ્ર વિસ્તારના કેન્દ્રમાં આવેલું શહેર હતું. દીર્ઘદ્રષ્ટા શ્રેષ્ઠીવર્ય શ્રી વેણીચંદભાઈનું તો આ વતન હતું અને તેથી સંસ્થાને માટે જરૂરી સગવડ સ્વાભાવિક રીતે જ ઉપલબ્ધ થઈ. વળી અભ્યાસની સગવડ થતાં મુનિમહારાજના ચાતુર્માસ પણ આ સ્થળે વિશેષ થવા લાગ્યા. બસોથી પણ વધુ મુનિમહારાજો તથા સાધ્વીજીઓએ મહેસાણાની આ પાઠશાળામાં ધર્મજ્ઞાન સંપાદિત કર્યું. આ પાઠશાળાને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, કાવ્યો, દ્રવ્યાનુયોગના ગ્રંથો અને કર્મ ગ્રંથાદિક પ્રકરણોના અભ્યાસનો લાભ પણ મુનિમહારાજો અને સાધ્વીજીઓને સાંપડ્યો. સમર્થ આચાર્યો અને પ્રસિદ્ધ વિદ્વાનો અહીં આવવા લાગ્યા.
એક વર્ષ પછી આ સંસ્થાની સ્થાપના પાછળનો બીજો ઉદ્દેશ અમલમાં મુકાયો. ગામેગામ પાઠશાળા સ્થપાઈ રહી હતી. તેથી બાળકો અને યુવાનોને ભણાવી શકે તેવા ધર્મજ્ઞાનથી સુસજ્જ એવા શિક્ષકોની જરૂર ઊભી થઈ. ૧૯૫૫ના માગશર મહિનાથી જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સગવડ પૂરી પાડવામાં આવી. આજે એની એક સદીની ધર્મયાત્રા જોઈએ તો ખ્યાલ આવશે કે આ પાઠશાળાએ જૈનશાસનને અનેક તેજસ્વી જ્ઞાની શિક્ષકો આપ્યા છે. એની નામાવલિ વાંચતાં જ આપણું મસ્તક ગૌરવ અનુભવે છે. અત્યાર સુધીમાં અહીં ભણી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓમાંથી ૧૪૫ જેટલા દીક્ષિત થયેલા આત્માઓ છે. આ પાઠશાળામાં ભણીને આચાર્યપદ પામનારા સાધુ-મહારાજોની સંખ્યા નાનીસૂની નથી. એક અર્થમાં કહીએ તો ગુજરાતમાં જ્ઞાનવાન તેજસ્વી સાધુ-સાધ્વીઓ અને આચારનિષ્ઠ બહુશ્રુત અધ્યાપકો સમાજને આપવાનું મહાન કાર્ય આ પાઠશાળાએ કર્યું છે, જેને ઇતિહાસ કદી ભૂલી શકશે નહિ.
સૌજન્ય : શ્રી વાડીલાલ છગનલાલ શાહ, પાદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org