________________
ઝેરને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.
સવારે ૭ થી ૮ જગતના ભાવોને જાણવાની અપૂર્વ શક્તિ જેમાંથી નિર્માણ થાય છે તેવા સમ્યગુ જ્ઞાનના ગુણોને ખીલવવા સર્વ વિદ્યાર્થીઓ સામુદાયિક સ્તુતિઓ જ્ઞાનની અને શ્રુતદેવીની કરે છે.
આત્માના જ્ઞાનાદિ લક્ષણ રૂપ ગુણોના વિકાસ ક્રમરૂપે શ્રી દર્શન ગુણ પ્રગટાવવા સામુદાયિક શ્રેણીબદ્ધ વિદ્યાર્થીઓ ગૃહપતિ સાથે શ્રી જિનમંદિરે જઈ પરમાત્માની સ્તુતિ અગણિત ગુણોને ગાવાપૂર્વક ચૈત્યવંદનાદિ કરી “દેવ સાક્ષીએ પચ્ચખ્ખાણ લઈ” ઉપાશ્રયે ગુરુમહારાજને સુખશાતા પૃચ્છા સાથે વંદન કરી “ગુરુ સાક્ષીએ પચ્ચખાણ લઈ”, દેવવંદન, ગુરુવંદન, પચ્ચખાણ ભાષ્યરૂપ દેવ ગુરુ ધર્મની ક્રમબદ્ધ આરાધના કરે છે.
શરીરને ધર્મઆરાધનાનું કારણ બનાવવા દંતધાવન અને સ્થિર આસને દુગ્ધપાનાદિ કરે છે.
સવારે ૮ થી ૧૦ જ્ઞાનનું ફળ વિરતિ એટલે કે જ્ઞાનરૂપ દૂરબીનથી અઢારે પાપસ્થાનકોથી મુક્ત બનવા સમ્યમ્ શ્રુતજ્ઞાનનો પ્રકાશ જીવનમાં પ્રગટાવવા “વિવિધ સૂત્રઅર્થને” શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવા પ્રયત્નશીલ બને છે, અને અત્યચ્ચ પ્રકારના અભ્યાસ દ્વારા જીવનને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે.
સવારે ૧૦ થી ૧૧-૧૫ “સામુદાયિક પ્રભુજીનો સ્નાત્ર મહોત્સવ” ઊજવવા સ્નાનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, પૂજાનાં ધોતી, ખેસરૂપ અખંડ માત્ર બે જ વસ્ત્રો પૂજાના ધારણ કરીને અનુકૂળતા મુજબ અષ્ટપ્રકારી પૂજાદિ સામગ્રીપૂર્વક શ્રી સુમતિનાથ સ્વામી, શ્રી મનોરંજન પાર્શ્વનાથસ્વામી જિન મંદિરે દશત્રિકાદિને સાચવવાની ભાવના સાથે આવી, સ્નાત્ર પીઠ પર પરમાત્માને બિરાજમાન કરે છે.
ભવ્ય રીતે સ્નાત્ર મહોત્સવમાં “કુસુમાંજલી દ્વારા શ્રી ચ્યવન કલ્યાણક” ઊજવી, બાદ ભાવ પૂજા રૂપ શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન કરીને,
સયલ જિનેશ્વર પાય નમી” આદિ પદોને સંગીતના ઉચ્ચારણપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રી સાથે શ્રી જન્મકલ્યાણકની ઉજવણી કરે છે.
“આતમ ભક્તિ મળ્યા કેઈ દેવાની ઢાળમાં શ્રી દીક્ષા લેવલને અભિલાષની પંક્તિઓ દ્વારા શ્રી દીક્ષા કલ્યાણક કેવલ કલ્યાણક તથા “મંગલલીલા સુખભર પાવે”ની પંક્તિથી મોક્ષ કલ્યાણક એમ પાંચે કલ્યાણકોની ભાવનાપૂર્વક પરમાત્માની સુંદર ભક્તિ સહ પ્રભુપૂજામાં અષ્ટપ્રકારી અને ભાવપૂજામાં ચૈત્યવંદનાદિ કરે છે.
આ ભક્તિના પ્રભાવે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ કરી ચારિત્રધર્મની નજીક જવા પ્રયત્ન કરે છે.
સવારે ૧૧.૧૫ થી ૧૧.૪૫ “યથોચિત ભોજન.” આસન પર બેસી પાટલા ઉપર થાળી
૧૮૬}
સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ., અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org