________________
દૈનિક મીમાંસા રમણિકલાલ મણિલાલ સંઘવી (ભાભરવાળા)
વર્તમાનનું દુન્યવી શિક્ષણ ભૌતિકવાદવર્ધક બની રહ્યું છે, તે સામે આ ધાર્મિક શિક્ષણ આધ્યાત્મિકવાદ તરફ લઈ જઈને પરમ શાંતિના માર્ગે આત્મોન્નતિના સોપાનની શ્રેણી રૂપ બની બાળજીવોના જીવનને દોષમુક્ત કરી ગુણથી યુક્ત કરતી જો કોઈ અદ્ભુત સંસ્થા હોય તો આ એકમાત્ર “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” છે.
જીવનમાં દયા અને જયણાનાં ઝરણાં પ્રગટાવી સાચા દેવ ગુરુ ધર્મ કોણ ? તેની ઓળખ અપાવનાર અને અશુભ કાર્યોમાંથી નિવૃત્તિ આપી શુભ કાર્યોમાં પ્રવૃત્તિશીલ બનાવનાર આ સંસ્થા “અપૂર્વ સંસ્કાર ધામ” સમાન છે.
આ સંસારસમુદ્રમાં જીવોની રક્ષા ક્યારેય પણ વધુ ને વધુ કેમ થાય તેની વાત હૈયામાં સતત વહેતી રાખી, સત્યના સિદ્ધાંતોની પાલના માટે ઝંખના સેવી, કોઈનીય વસ્તુ પોતાની ન બનાવાય, પરવાનગી વગર કેમ લેવાય ? આ સત્ય શુદ્ધ માર્ગ તરફ દષ્ટિ મેળવી વિષયોના વિકારોને દૂર ફેંકવાની તમન્નાઓ પ્રગટાવી અને પાપ રૂપ પરિગ્રહમાંથી મુક્તિ અપાવવા માટે સાદાઈભર્યા જીવનમાં દિવ્ય પ્રકાશ પાથરતી આ એક “અજોડ સંસ્થા” છે.
પંચાચારના પાલનની મન વચન અને કાયાની એકાગ્રતાના સ્થાન સુધી પહોંચાડવાની શિક્ષાને આપવાપૂર્વક પંચશીલ રૂપ વ્રતોના પાલન દ્વારા મોક્ષમાર્ગ તરફ લઈ જવા આ સંસ્થા “અપૂર્વ જહાજ સમાન” છે કે જેના દ્વારા અનેક આત્માઓ આત્મકલ્યાણ કરી રહ્યા છે.
જિનાગમ રૂપી શ્રતસાગરમાંથી સમ્યગુ શ્રુત જ્ઞાન દ્વારા અમૃત સમ જલપાન કરાવતી આ સંસ્થામાં “સંસ્કારોનું અદ્વિતીય સિંચન કરવા દરરોજનો નિત્યક્રમ” અનુમોદનીય અને આદરણીય છે.
નિત્યક્રમ જીવનની ઊર્ધ્વગામિતા તરફ લઈ જનારો હોઈ ખરેખર અનુપેક્ષણીય અને મનનીય છે.
સવારે ૫ વાગ્યે ઉત્થાન–વિદ્યાર્થીઓ આ સંસ્થામાં પ્રાતઃકાલે બ્રહ્મમુહૂર્તમાં પ્રમાદરૂપ નિદ્રાનો ત્યાગ કરી, બુદ્ધિ ગુણ વિકાસ સાથે મનની પવિત્રતાપૂર્વક વચનની શુદ્ધિ અને કાયાને સમ્યમ્ સંસ્કાર તરફ લઈ જવા નમસ્કાર મહામંત્રાદિના સ્મરણપૂર્વક શયનત્યાગ કરે છે.
સવારે પાંચથી સાત સૂત્ર સમ મંત્રોનું ઉચ્ચારણ સાથે ગોખવાપૂર્વક અધ્યયન કરી ભૌતિક
સૌજન્ય : નૂતન નાગરિક સહકારી બેંક લિ, અમદાવાદ
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org