SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની વિવિધ ગતિમાં પરિભ્રમણા, તેનાથી ખેદ, સંવેગની પ્રાપ્તિ કરે છે. લઘુસંગ્રહણી દ્વારા વિજ્ઞાનયુગ કરતાં જૈનધર્મદષ્ટિએ જગતના સ્વરૂપનો, સાચો જ્ઞાતા બને, સૂક્ષ્માતિસૂક્ષ્મ માપનો જાણકાર, શાશ્વત પદાર્થોના બોધવાળો થાય છે. તેના દ્વારા જૈન ધર્મની વિશાળતા, સૂક્ષ્મ ગણિતાનુયોગનો બોધ મેળવે છે. ત્રણ ભાષ્ય દ્વારા દેવ ગુરુ ધર્મ તત્ત્વની સાચી સમજણ, મર્યાદા-વિવેક-આશાતના આદિ સમ્યફ રીતે જાણે છે. યથાવસ્થિત ધર્મ સ્વરૂપ જાણવા દ્વારા બોધિબીજની પ્રાપ્તિ કરનારો બને છે. - કર્મગ્રંથના જ્ઞાન દ્વારા જૈનધર્મની સૂક્ષ્મ દૃષ્ટિએ જગતના આશ્ચર્યજનક બનાવોને કર્મના ફળસ્વરૂપ જાણી કર્મબંધના હેતુનું જ્ઞાન, તેમજ કર્મબંધનું ફળ ક્યારે, કેવી રીતે મળે તે જાણી જીવને કર્મરહિત બનવાનું જ્ઞાન પ્રાપ્ત કરે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર જૈનશાસનનો વિશિષ્ટ ગ્રંથ છે જેમાં અનેક વિષયોનો સંગ્રહ, સ્યાદ્વાદ, સાત નય, અનેક દ્વારોથી મોક્ષાદિસિદ્ધિ, નવતત્ત્વોનું સંપૂર્ણ જ્ઞાન જાણવા મળે છે. ખરેખર આવું જ્ઞાન આપવા માટે સાચી સમજણની અતિ આવશ્યકતા છે. ફક્ત દ્રવ્યપ્રાપ્તિ અર્થે જ્ઞાન આપનાર સાચી રીતે સમ્યગૃજ્ઞાન આપી શકતા નથી. મારે આજીવિકા માટે વેતન લેવું પડે છે. પણ સુખડની દલાલી જેવું આ એક અજોડ કાર્ય કરવા મને મળ્યું છે તેવું સમજનારા સમ્યજ્ઞાનની પરબ દ્વારા અનેક વિશિષ્ટ કાર્યો કરવા દ્વારા જૈન શાસનનો સાચો સેવક બને છે તેમજ સમ્યકજ્ઞાન સારી રીતે આપી શકે છે. જ્ઞાન આપનાર આજીવન વિદ્યાર્થી બની રહે તેમજ નવું જાણવાની તમન્ના યુક્ત હોય, પરમાત્માના શાસનનો અનુરાગી હોય, પરોપકારની ભાવના યુક્ત હોય તો પુરુષાર્થ દ્વારા સિદ્ધિ મેળવી સમ્યકજ્ઞાન આપતો રહે તો જ સફળતાના શિખર પર આરૂઢ થઈ શકે છે. આ જ્ઞાનનું મહત્ત્વ જ્ઞાનીઓએ અમૂલ્ય કહ્યું છે. જ્ઞાન જીવનને તેજસ્વી-નિર્મળ અને ગંભીર બનાવી કર્મ નિર્જરા કરાવી પરંપરાએ મોક્ષસુખનો ભોક્તા બનાવે છે. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાઓના ગુરુવર્યોએ આજસુધી સમ્યફજ્ઞાન એવું અજોડ આપ્યું કે જેના દ્વારા સંપૂર્ણ ભારતમાં સમ્યકજ્ઞાનની પરબો ચાલુ થઈ અને અનેકના જીવન મંગલમય બન્યા.. પૂજ્ય, જ્ઞાની મહેસાણા પાઠશાળાના આધારસ્તંભ એવા શ્રી પુખરાજજી સાહેબે કેટલીક અણમોલ વાતો જ્ઞાનની મહત્તા બતાવતાં કહેલ કે ૧. તમને સમાજ રામ તરીકે પૂજે છે. તો રાવણ જેવું કાર્ય ન થાય તેનું ધ્યાન રાખજો . (વિશિષ્ટ આચારવાન બનજો.) ૨. સંસ્થાનો વિશ્વાસઘાત ક્યારેય ન કરતા (પગાર લો તેનાથી બમણું કાર્ય કરવાની ભાવના રાખજો.). ૩. શક્ય હોય તો એક જ કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરજો. ૪. તમારા આશ્રિત(વિદ્યાર્થી)ને તમારાથી સવાયો બનાવજો. ૫. જીવનમાં શક્ય હોય તેટલા વધુ આચારનું પાલન કરજો . ૬. શક્ય હોય તેટલી આરાધના કરજો. પર્વતિથિએ સાવદ્ય પ્રવૃત્તિ તો ન જ કરતા. સૌજન્યઃ શ્રી ચીમનલાલ ચુનીલાલની કુ, મુંબઈ (૧૬૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy