________________
જ્ઞાનની મહત્તા
દિનેશચન્દ્ર કાન્તિલાલ (નાથપુરાવાળા)
પાઠશાળા એટલે સમ્યગુમાર્ગના પાઠ ભણાવતી શાળા પાઠશાળાને માની ઉપમા અપાય છે. સંસ્કારરૂપી પુત્રનું પોષણ કરે છે. પાઠશાળા પથ્થરમાંથી મૂર્તિ બનાવવા જેવું કામ કરે છે.
પાઠશાળા દ્વારા સત્ અસતનો વિવેક પ્રાપ્ત થાય છે. હેય-mય-ઉપાદેયની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન ઉત્થાન કરવાની અને કરાવવાની અણમોલ તક પ્રાપ્ત થાય છે. અનેક જીવોને ઉન્માર્ગથી સન્માર્ગમાં લાવવાનો લાભ પ્રાપ્ત થાય છે.
પણ આ માટે જરૂરત છે સાચા જ્ઞાનની, સાચી સમજણની, વિવેકપૂર્વક કાર્ય કરવાની, યથાવસ્થિત સ્વરૂપ જાણીને જણાવવાની, માટે પાઠશાળામાં જ્ઞાનની મહત્તા સમજાવવી જોઈએ.
પાઠશાળામાં જ્ઞાન આપનાર ગુરુજી પોતાને શિલ્પકાર, ઉદ્યાનનો માળી કે સમાજનો સાચો ઘડવૈયો સમજી જ્ઞાનપ્રદાનનું કાર્ય કરે તો બાળકને એક અજોડ અનુપમ, વિશિષ્ટ સંસ્કારધન આપી શાસનને સમર્પિત કરી શકે. જે શ્રીયશોવિજયજી પાઠશાળાએ ઉદાહરણ પૂરું પાડ્યું.
જ્ઞાન દ્વારા જીવ જગતના તમામ પદાર્થો જાણે. જીવન નિર્મળ બનાવે. આચારવાન, વિચારવાન જ્ઞાનવાન બને. માણસમાંથી ભગવાન બનવા સિદ્ધત્વ તરફ પ્રયાણ કરનારો બને છે. જ્ઞાન દ્વારા ઉત્તમ પદાર્થો આદિ જણાય છે.
બે પ્રતિક્રમણ, પંચપ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ દ્વારા જૈન શાસનના ઉત્કૃષ્ટ ક્રિયાયોગના જ્ઞાન સાથે, થોડામાં પણ ઘણા અંશને કહેવાની વિશિષ્ટ શક્તિથી પરમાત્મા શાસન પ્રતિ અસાધારણ અનુપમ શ્રદ્ધા પ્રાપ્ત કરી આચારજ્ઞાન તરફ વળે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પ્રતિક્રમણ ક્રિયા દ્વારા શારીરિક રોગો નાશ પામે છે.
જીવવિચાર દ્વારા જીવતત્ત્વને સમ્યગુ રીતે જાણી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની દયા પાળનારો બને છે. જેથી જૈનશાસનના મૂલસમાન પ્રાણાતિપાતવ્રતનો પાલક બનવાની તૈયારી કરે છે.
નવતત્ત્વના જ્ઞાન દ્વારા જગતનું સંપૂર્ણ સ્વરૂપ, પદ્રવ્યાત્મક જ્ઞાન, પુણ્ય, પાપ તત્ત્વના જ્ઞાનથી પાપભીરુતાદિ ગુણોની પ્રાપ્તિ, તેમ જ સંવર-નિર્જરા-મોક્ષતત્ત્વાદિના જ્ઞાનથી આત્મતત્ત્વની ઓળખાણ કરી મોક્ષસુખ માટે પુરુષાર્થ કરનારો બને છે. દંડક સૂત્રના જ્ઞાન દ્વારા
સૌજન્ય : શ્રી નીલેશકુમાર પ્રમોદભાઈ શાહ, પાટણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org