________________
સમ્યગુ શ્રુતનો મહિમા શાંતિલાલ કેશવલાલ (અમદાવાદ)
શ્રી જીનશાસનને વિષે આજે આ હૂડા અવસર્પિણી કાળના પાંચમા આરાના દૂષિત ભાવમાં, આજે પણ આપણને, શ્રી જિનભાષિત સમ્યગુ શ્રુતજ્ઞાનનો અનેકવિધ સ્વરૂપનો બોધ પ્રાપ્ત થઈ શકે છે, તે જ તેની વિશેષતા અને મહત્તા છે. જે અનેક પૂર્વ મહાપુરુષોએ કરેલા સમ્યપુરુષાર્થનું કાર્ય છે. એમ સહેજે સમજી શકાય છે.
જેને જે કોઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વરૂપના અસ્તિ સ્વરૂપમાં પણ કથંચિત્ નાસ્તિ સ્વરૂપ પણ જોઈ-જાણી શકાય છે, તેમજ નાસ્તિ સ્વરૂપી ભાવનું પણ અસ્તિ સ્વરૂપે પ્રગટ થવાપણું જોઈજાણી પામી શકાય છે. જે ખરેખર જગતમાં સર્વ જીવોના વિવિધ-ઉદ્યમ(પુરુષાર્થથી પ્રત્યક્ષ જણાય છે. આમ છતાં મિથ્યા-વિકૃત (વિષય-કષાય) ભાવની પ્રચુરતાના યોગે આત્મા તે બન્ને ભાવોમાં પોતાના જ અસ્તિત્વને ભૂલી જતો હોય છે. આવા મિથ્યાષ્ટિ(એકાંતવાદી) આત્માઓ હંમેશાં પોતાને હિતકારી ભાવોનો અનાદર કરતા રહી, અહિતકારી ભાવોમાં જ, ઉત્સાહ સહ સુખની ભ્રાંતિએ ઉદ્યમ કરતાં હોય છે. આથી તેઓ દુઃખોને જ વિશેષતઃ મેળવતા હોય છે.
જેથી જ્ઞાની પુરુષોએ આ સમસ્ત સંસારના તમામ સાંસારિક ભાવોને, દુઃખ મૂળ-દુઃખમય અને દુઃખદાયી જણાવ્યા છે. જે ત્રણે કાળનું સત્ય છે, એમ પ્રત્યક્ષ અવિરોધી જણાય છે. આમ છતાં સમ્યગ્દષ્ટિ આત્માઓના સમ્યષુરુષાર્થથી જે-જે સમ્યફ કાર્યો થયાં છે, થાય છે, અને થશે તેના આલંબનથી અનેક આત્માઓ પરમ-સાચા-સુખને પામવાનો માર્ગ મેળવી સાચા-માર્ગે પુરુષાર્થ કરતા પણ આજે જોઈ-જાણી-શકાય છે. અન્યથા ધર્મ-અધર્મનો વિવેક સંભવે નહિ.
આમ છતાં આજે જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્માઓની વિશેષતા એકીકરણની ચાલથી ધર્મતત્ત્વનો વિશેષતઃ અનાદર થતો જોવાય છે, જેથી સુખની ભ્રાંતિ એ પણ દુઃખોનો જ પ્રાદુર્ભાવ વધતો દેખાય છે. આવા સમયે ઉત્તમ આત્માઓએ, યથાશક્તિ યથામતિ, ભ્રાંત દશામાંથી ઉત્તમ આત્માઓને, સાચા આત્મિક-આધ્યાત્મિક સુખનો માર્ગ બતાવવો જરૂરી છે.
જ્યાં સુધી પરોપકાર પરાયણ આત્માઓમાં પણ સ્વ-સ્વમતિનો એકાંત આગ્રહ અને આદર પ્રતિ આંધળો વિશ્વાસ હશે ત્યાં સુધી તેઓ સર્વ જીવ પ્રતિ વાચા પરમસુખની પ્રાપ્તિનો માર્ગ બતાવવા અસમર્થ હોય છે. અને તેથી પણ ધર્મી આત્માઓનું સામાન્ય જન-જીવન પણ દૂષિત બનતું હોય છે. આ પણ આજે તો પ્રત્યક્ષ જોવાય છે. આ સંબંધે શાસ્ત્રકારોએ પણ સ્પષ્ટ જણાવેલું જ છે કે
"सम्मदिट्ठिस्स सम्मसुयं, मिच्छादिट्ठिस्स मिच्छ सुयं ॥"
તેથી જ સમ્યક્શતના પ્રચાર અને વૃદ્ધિ માટે મહેસાણા પાઠશાળાએ સારું કાર્ય કર્યું છે અને વર્ષો પર્યન્ત કરતી રહે. એ જ લિ. સુશેષ કિ બહુના. ૧૬૨ સૌજન્યઃ શ્રી બુધાલાલ ગાંડાલાલ શાહ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org