________________
આધ્યાત્મિક ગુણોમાં સમ્યગુદર્શન ગુણની પ્રધાનતા
વસંતલાલ મફતલાલ દોશી (સમીવાળા)
આત્માના મૂળગુણોમાં સમ્યગદર્શન એ પાયાનો પ્રધાન ગુણ છે.
દર્શન મોહનીય કર્મથી આવૃત (ઢંકાયેલ) આ ગુણ “ક્ષયોપશમાદિથી પ્રગટ ન થાય ત્યાં સુધી સમ્યગૃજ્ઞાન આદિ કોઈ પણ ગુણ પ્રગટ થાય જ નહીં
મિથ્યાત્વમોહનીયને પ્રભાવે અનાદિકાળથી સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતા ભવ્યજીવો “તથાભવ્યત્વ”નો પરિપાક થવાથી “સમ્યગદર્શન” પામે છે અને ત્યારબાદ ઉત્તરોત્તર સમ્યજ્ઞાન-ચારિત્રના યોગે આઠે કર્મના બંધનમાંથી મુક્ત થઈ સ્વસ્વરૂપને પામી સિદ્ધિગતિના અનંતસુખને ભોગવનારા બને છે.
અભવ્યજીવો પોતાના શુદ્ધસ્વરૂપને અર્થાત્ સર્વકર્મમુક્ત અવસ્થા પામી શકતા નથી તેનું એકમાત્ર કારણ આ જીવોને સમ્યક્તની સ્પર્શના થતી જ નથી (જીવદળ જ એવા પ્રકારનું છે.)
જાતિ ભવ્ય જીવોની યોગ્યતા હોવા છતાં તથાવિધ ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની સામગ્રી મળતી જ ન હોવાથી અનંત સુખના અધિકારી બની શકતા નથી, અર્થાત અનાદિ-અનંત કાળ સૂક્ષ્મનિગોદ અવ્યવહાર રાશિમાં જ જન્મ-મરણ કરે છે.
ટૂંકમાં અભવ્ય અને જાતિભવ્યજીવોને સમ્યક્તની સ્પર્શના ન જ થવાની હોવાથી અનાદિકાળથી મિથ્યાત્વગુણ સ્થાનકે છે, અને અનંતકાળ આ જ ગુણસ્થાનકે રહેશે.
સમ્યગદર્શનને રોકનારી કર્મની સાત પ્રકૃતિ :
(૧) મિથ્યાત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) સમ્યક્ત્વમોહનીય, (૪ થી ૭). અનંતાનુબંધી-ક્રોધ, માન, માયા અને લોભ.
આ સાત કર્મપ્રકૃતિનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત પ્રગટ થાય છે.
પ્રથમની ત્રણમાં બંધ માત્ર મિથ્યાત્વનો છે. પરંતુ વિશુદ્ધિના કારણે મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દલિકોમાંથી જે દળિયાનો રસ મધ્યમ બે ઠાણીયો થાય તે મિશ્ર મોહનીય અને જે દળિયાંમાંનો રસ જઘન્ય બે ઠાણીયો તથા એકઠાણીયો થાય તે સમ્યક્ત મોહનીય સમજવું.
મિથ્યાત્વનો સર્વથા ઉપશમ થવાથી ઔપથમિક સમ્યક્ત અને સમ્યક્ત મોહના ઉદયથી લાયોપથમિક પ્રાપ્ત થાય છે.
સૌજન્ય : શ્રી મંગળદાસ પ્રેમચંદભાઈ વખારિયા, કોલવડા
(૧૫૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org