________________
પ્રચલિત મત મુજબ અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવો સૌ પ્રથમ ઔપથમિક સમ્યક્ત પામે છે જેનો કાળ માત્ર અન્તર્મુહૂર્ત છે. ભવચક્રમાં આ સમ્યક્ત વધુમાં વધુ પાંચ વાર મળે છે.
ક્ષાયોપથમિક સમ્યક્ત જીવવિશેષે અસંખ્યાતવાર પણ આવે છે અને જાય છે જેનો જધન્યકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટકાળ સાધિક “૬૬” સાગરોપમ છે.
ક્ષાયિકસભ્યત્વ ગુણ પ્રકટ થયા પછી જતો નથી અર્થાત્ સાદિ-અનંત છે. ક્ષાયિકસમ્યક્ત પામવાની પ્રક્રિયાનો પ્રારંભ પ્રથમસંઘયણવાળો મનુષ્ય જ કરે છે. પૂર્વે આયુષ્યબંધ થયો હોય તો આ સમ્યગૃષ્ટિ ચારે ગતિમાં જાય છે અને ચાલુ પ્રક્રિયામાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તો ચારે ગતિમાં આ સમ્યક્ત પૂર્ણ કરે છે.
(મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય તો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં જાય છે.)
આથી પૂર્વે આયુષ્યબંધ થયો હોય તો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ ત્રીજા કે ચોથા ભવે મોક્ષ પામે છે. (ક્વચિત, પાંચ ભવ પણ થાય છે.) આયુષ્યબંધ ન થયો હોય તો તે જ ભવે મોક્ષ પામે છે.
તત્ત્વાર્થશ્રદ્ધા એ સમ્યક્ત :
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવતત્ત્વનો ઉપદેશ આપનારા શ્રી અરિહંત પરમાત્માનાં સર્વવચનોમાં શ્રદ્ધા તે સમ્યગદર્શન.
સબ્બારું નિવેસર મણિયારું વગાડું નહીં હુંતિ | (નવતત્ત્વ) સમ્યગ્રદર્શનની ઉપાદેયતા જણાવતાં વચનો :
શ્રવો સર્વથા દેયઃ ૩૫% સંવ (વીતરાગસ્તોત્ર).
આશ્રવની સર્વ પ્રવૃત્તિઓ છોડવા જેવી અને સંવરની સર્વ પ્રવૃત્તિઓ આચરવા જેવી હૈયાથી માને તે નિશ્ચય સમ્યગુદર્શન.
अंतो मुहुत्तमित्तंपि फासियं हुज्ज जेहिं सम्मत्तं । તે અવકૃપુત પરિયો વેવ સંસારે (નવતત્ત્વ)
સમ્યકત્વની સ્પર્શના અંતમુહૂર્ત પણ જેમને થાય તેમનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્તનકાળથી વધુ ન જ હોય.
सम्मद्दिट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि ।
ખોડલ દોરું વંધો, નેન ને નિદ્ધધ ખરું (વંદિતુ સૂત્ર)
સમ્યગુદૃષ્ટિ જીવ પાપક્રિયા-આરંભ, સમારંભની ક્રિયા કરે (ઈચ્છાથી નહીં, પરંતુ સંજોગવશાત્ કરવી પડે) છતાં કર્મબંધ સ્થિતિ અને રસની અપેક્ષાએ અલ્પમાત્ર થાય છે.
સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય ! સમકિત વિણ સંસારમાં, અરણે પરહો અથડાય . (પંડિત શ્રી પદ્મવિજયકૃત નવપદ પૂજા)
સમકિત વિનાના નવપૂર્વના જ્ઞાની પણ અજ્ઞાની કહ્યા છે. કારણ આ જ્ઞાન આત્મલક્ષી નહીં પરંતુ પુદ્ગલલક્ષી હોય છે.
૧૫૮
સૌજન્ય: શ્રી જિતેન્દ્રકુમાર ચંદુલાલ શાહ, રાધનપુર
For Private & Person
Jain Education International
Jain Education International
www.jainelibrary.org