________________
કહે છે કે-જાગ ! પ્રમાદને છોડ ! મનઘરને સંભાળ ! અને આત્મરૂપી નિજપતિને કહે કે વીરપ્રભુને પૂજે, જેનાથી સમ્યગ્દર્શન નિર્મળ થાય
“જાવ મણે હોઈ નિયમસંજુત્તો' ! સામાયિકનો ટાઇમ ભલે ૨ ઘડી (૪૮ મિનિટ)નો હોય, પણ નિશ્ચયથી તો જેટલી મિનિટ કે સેકન્ડ તે સાધકનું મન સમતાયોગરૂપ પ્રતિજ્ઞામાં હોય તેટલું જ તેનું સામાયિક ગણાય. બાકી વ્યવહારથી તે ૪૮ મિનિટ સામાયિકમાં રહ્યો કહેવાય !.
‘સમતા’ એ બધી સાધનાનું ધ્યેય છે અને પ્રભુએ બતાવેલો ધર્મ એ સામાયિક ધર્મ છે તે સામાયિક ભલે પછી શ્રુત સામાયિક હો, સમ્યક્ત્વ સામાયિક હો, દેશવિરતિ સામાયિક હો કે સર્વવિરતિ સામાયિક હો ! પણ તે દરેકનું ધ્યેય સમત્વની જ સાધના અને સિદ્ધિ છે, તે વિના મોહક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ અશક્ય છે...
જીવો પ્રત્યે સમત્વ એ અહિંસારૂપ છે, અને પુદ્ગલપ્રત્યે સમત્વ એ સંયમ અને તપ સ્વરૂપ છે. અહિંસા-સંયમ અને તપસ્વરૂપધર્મ મંગળમય મનાયો છે, તેને વિષે જેનું મન ૨મે છે તે, દેવોનેય પૂજ્ય બને છે એ શાસ્રવચન સમત્વધર્મની અચિત્ત્વશક્તિ અને પૂજ્યતાને સૂચવે છે.
સામાયિક લેવાની વિધિમાં - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય કરું ! ઇચ્છું. આ પ્રમાણે ગુર્વાશા પ્રાપ્ત કર્યા બાદ સાધકનું મુખ્ય કર્તવ્ય શું ? સ્વાધ્યાય ! સ્વાધ્યાય એટલે ? સ્વઆત્મા, અધ્યાય =ચિંતન, આત્મચિંતન તે સ્વાધ્યાય ! આ પ્રમાણે વાંચના-પૃચ્છનાદિ ભેદભિન્ન સ્વાધ્યાય એ એનું મુખ્ય કર્તવ્ય બને છે.. એ જો શક્ય ન હોય તો નવકારવાળી ગણે !.
પ્રભુએ જે ધર્મ પ્રરૂપ્યો છે તેનો આધાર અને પાયો “સામાયિકભાવ' છે, સામાયિકની પ્રતિજ્ઞાથી જ શ્રીતીર્થંકર ભગવંતો પોતાની સાધના શરુ કરે છે. અને એના ફળસ્વરૂપે તીર્થ પ્રવર્તાવતી વખતે પણ સામાયિકધર્મનો જ ઉપદેશ આપે છે અને તે ધર્મની આરાધના માટે જ ચતુર્વિધશ્રી સંઘની સ્થાપના કરે છે..
શાસ્ત્રમાં પુણિયાશ્રાવકનું સામાયિક વખાણાયું છે. તેનું મૂલ્ય અંકાતું નથી. સુરતમાં ૧ આરાધકભાઈએ વ્યાખ્યાનમાં સામાયિકનું મહત્ત્વ સાંભળી દરરોજ ૧ સામાયિક કરવું એવો નિયમ લીધો, જે દિ, સામાયિક ન થાય તે દિ, ભંડારમાં ૧૦૦૦-૦૦ રૂ. મૂકવા ! આ પ્રમાણે નિયમ લઈ પ્રતિદિન સામાયિક કરે છે. જે દિ, ન થાય તે દિ, ભંડારમાં ૧૦૦૦-૦૦ રૂ. મૂકતા. ૧ વર્ષમાં ૨૫ દિ, સામાયિક ન થઈ શક્યા તે બદલ ૨૫ હજાર રૂ. ભંડારમાં તેઓએ મૂકેલ. આ ૨૫ સામાયિક ન થઈ શક્યાં તે તેમને ખૂંચતાં તેમણે મોટો નિયમ લીધો, હવેથી ૧ હજારના બદલે ૧૦ હજાર રૂ. ભંડારમાં મૂકવા.. હૈયે કેવું સામાયિક વસ્યું હશે ? અત્યારે આ કાળમાંય આવા વિરલ આત્માઓ છે.
૧૫૬
Jain Education International
સૌજન્ય : શ્રી હરજીવનદાસ નાગરદાસ શાહ, ગઢ
For Private & Personal Use Only
www.jainelibrary.org