________________
સામાયિકની છ આવશ્યકોમાં પ્રધાનતા
શ્રી પૂનમચંદભાઈ કે. શાહ (સુરેન્દ્રનગરવાળા)
જિનશાસન એટલે શ્રી જિનેશ્વર ભગવંત શ્રી સંઘ અને જિનાગમ. જૈન શાસન છ આવશ્યકમય છે. જિનશાસનની સર્વ આરાધનાઓ છ આવશ્યકમય છે. “ચઉવિસત્યો શ્રી જિનેશ્વર ભગવંતને લક્ષ્ય કરવામાં આવે છે, સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચખ્ખા અને કાયોત્સર્ગએ ૪ આવશ્યક શ્રી સંઘને અનુલક્ષીને છે અને વંદન-એ ગુરુ તત્ત્વ અને તેના દ્વારા જિનાગમની પ્રાપ્તિને આશ્રયીને છે. વળી, એ એ આવશ્યકોની ઉપાદેયતા બતાવનાર અને વિધિનિષેધની સ્થાપના કરનાર જિનાગમો છે.
છ આવશ્યકનો ક્રમ સહેતુક છે અને વિચારવા જેવો છે. ક્રમ અનેક અપેક્ષાએ આપવામાં આવતો હોય છે. ક્યારેક ઉત્તરોત્તર આવશ્યક વધુ મહત્ત્વ ધરાવતું હોય, ક્યારેક પ્રાપ્તિના સોપાન રૂપ ક્રમ હોય છે, અને ક્યારેક મુખ્યતાને આધારે ક્રમ હોય છે.
અહીં જ આવશ્યકોનો ક્રમ મુખ્યતાના આધારે જાણવામાં આવે છે, અને તે ક્રમ આત્મવિકાસના આધારે છે. એટલે કે સામાયિકની સાધના એ મુખ્ય હોઈ તેને અનુરૂપ સહાયક એવાં અન્ય આવશ્યકો તેની સાથે સંલગ્ન છે, કે જેથી ધ્યેય રૂપ, સમત્વની સાધના સરળતા અને સહજતાથી થાય છે. જેમકે “ચઉવિસત્થો આવશ્યક જિનેશ્વર ભગવંતો, કે જેઓ સમત્વથી ભરેલા હોવાથી, તેની આરાધના દ્વારા સમત્વ જ પ્રાપ્ત થાય છે, તે રીતે, વંદન પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન દ્વારા અનુક્રમે જ્ઞાનપ્રાપ્તિ, પ્રતિક્રમણથી પાપનિવૃત્તિ, કાયોત્સર્ગથી મમત્વ-ત્યાગ અને પચ્ચક્ખાણથી આહારાદિ સંજ્ઞાનો પરિહાર-આ બધું અંતે સમત્વ જ આપનારું બને છે. માટે આવશ્યકોમાં સામાયિક આવશ્યક સર્વોપરી છે.
અન્ય રીતે વિચારીએ તો, સાધ્યને અનુલક્ષીને આ ષડાવશ્યકની રચના છે. શિવસુખ એ સમત્વનો ભંડાર છે. આત્માનું લક્ષ્ય આ રીતે શિવસુખ છે. તેની સાધના માટે સામાયિક જરૂરી છે. તેથી સાધ્ય રૂપ સમત્વની સાધના સામાયિક દ્વારા સહુ પ્રથમ કરવામાં આવે છે. અને ત્યાર બાદ તેની વિશેષ પ્રાપ્તિ માટે અન્ય આવશ્યકોની પણ આરાધના કરવામાં આવે છે. આ રીતે, સામાયિક સાધન પણ છે અને સાધ્ય પણ છે. તેથી પણ પડાવશ્યકોમાં સામાયિક એ સર્વથી પ્રથમ છે.
હવે, સમત્વ રૂપ સામાયિકની સાધના દ્વારા અન્ય આવશ્યકની પ્રાપ્તિ તથા આરાધના કેવી રીતે વાસ્તવિક રીતે પ્રાપ્ત થાય છે અને સરળતાથી અને સહજતાથી તેની આરાધના શી ૧૫૦
સૌજન્ય : શ્રી નવીનચંદ્ર ભીખાલાલ શાહ, ચોટાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org