SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નહી મળે તે બીજાથી તો નહી જ મળી શકે. કારણ અરિહંત પરમાત્મા જેટલું સમર્થ તત્ત્વ આ જગતમાં બીજું કોઈ જ નથી. શ્રી વીરપ્રભુએ, અંબડ પરિવ્રાજકને અડગ શ્રદ્ધા અને શુદ્ધ સમકિતના દર્શન કરાવવા તેની જ સાથે સ્વમુખે શ્રી તુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા. અંબંડે શ્રી તુલસાશ્રાવિકાના સમકિતની પરીક્ષા કરવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને ૨૫ મા તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. અને દર્શન માટે આવવા સુલતાને સંદેશો મોકલ્યો, પણ શ્રી તુલસીશ્રાવિકા ન ગયાં. કસોટીમાંથી પાર ઊતર્યા. આ મસ્તક નમે તો ફક્ત તારા જ ચરણમાં, બીજે ક્યાંય નહીં, જે મસ્તકમાં એક માત્ર પરમાત્માના દાસત્વની અને શાસનની ખુમારી ભરી છે એ શી રીતે બીજે નમે ? પ્રભુએ સ્વમુખે ધર્મલાભ કહેવડાવ્યા જાણી મન મૂકીને નાચતાં શ્રી સુલતાશ્રાવિકાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આ છે અડગ શ્રદ્ધા-આ છે પ્રભુની ભક્તિ. આ છે પ્રભુભક્તિની શક્તિ. શ્રી રાવણ મહારાજાએ આત્માની સાથે એકમેક થઈને રહેતા દેહનો પણ રાગ તોડ્યો, પગની નસ તોડી વીણાના તાર સાંધીને પ્રભુભક્તિ અખંડ રાખી . આ છે સમર્પણની પરાકાષ્ઠા. સુલસા શ્રાવિકા વગેરે અનેક આત્માને જિનપદ આપનાર શ્રી જિનેશ્વરદેવની જે ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે, તે જીવ ત્રીજે અથવા સાતમે કે આઠમેં ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે. ઇન્દ્ર મહારાજાઓ મેરૂપર્વતના શિખર ઉપર પ્રભુનો માત્ર અભિષેક કરવા જ પડાપડી કરે છે એવું નથી, પ્રભુના હવણજળથી ભીની થયેલી ધરતી પર આળોટીને એ ભીની માટીથી દેહને રગદોળીને પરમઆલાદનો અનુભવ કરે છે. જિનેશ્વરદેવની ભક્તિની આ અચિન્ય શક્તિ છે કે જે ઈન્દ્રના ઐશ્વર્યને ભુલાવી નાનકડા બાળક તુલ્ય નિર્દોષ મનથી પરમાત્માના હવણજળમાં આળોટવામાં આનંદ અપાવે છે. શ્રેણિક મહારાજાના રોમ રોમમાં પ્રભુભક્તિ એવી વસી હતી કે બળતા દેહમાંથી “વીર, વિર” નાદ ઊઠતો હતો. આ પ્રભુભક્તિએ તેમને નિજપદ દેહમાનાદિ સઘળુંયે નિજસમ જ આપ્યું. જગતમાં દાસનું દાસત્વ દૂર કરી તેને પણ પોતાના સરખો સ્વામી બનાવે તેવા એકમાત્ર નાથ હોય તો તે શ્રી જિનેશ્વર દેવ જ છે. જાણે અજાણે પણ પરમાત્માની આજ્ઞાનું પાલન થયું છે જેથી આપણે શ્વાસોચ્છવાસ લઈએ છીએ અને મૂકીએ છીએ. આ દેવાધિદેવનો શ્રેષ્ઠ ઉપકાર છે. હે ઉપકારી ! એ ઉપકાર તમારો કદીય ન વીસરે.. સૌજન્ય : શ્રી ખાન્તિલાલ લાલચંદ શાહ, તળાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy