________________
રીતે થઈ શકે છે, તે જોવા-જાણવા માટે પહેલાં સામાયિક રૂપ સમત્વને સર્વાગી રીતે સમજવું જરૂરી છે.
સમતા એ સાધનાનો સાર છે, આરાધનાનો આધાર છે, ઉપાસનાનું આંતર બળ છે. કોઈ પણ સાધનાનો અંતિમ સાર સમત્વ છે, સઘળી આરાધના સામાયિક ભાવ સાથે સંબંધ ધરાવે છે અને વિષમ સ્વરૂપના વિનાશ અને સમ સ્વરૂપને સિદ્ધ કરવા માટે સામાયિક છે.
દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ તે સમ(સમત્વ) છે, અને તેનો લાભ જેમાં થાય તે સામાયિક છે.
કર્મથી આત્માનું સ્વરૂપ વિષમ બન્યું છે, અને તે અર્થમાં સમત્વ કર્મક્ષયના કારણમાં અગત્યનો ભાગ ભજવે છે, તેથી કર્મનિર્જરાનું કારણ સમભાવ રૂપ સામાયિક છે.
મૈત્રીભાવ તે સમત્વનું શ્રેષ્ઠ સાધન છે. તે અર્થમાં મૈત્રીભાવ પણ સામાયિક સ્વરૂપ છે. જીવ માત્ર જેમાં શાંતિ, સમાધિ આપવા સાથે અભયદાન અપાય છે-આ રીતે ચૌદ રાજ લોકના જીવ માત્રને આત્મભાવે જોવા જાણવા સાથે એકત્વનો અનુભવ કરાય તે સામાયિક છે.
આત્મા પોતે જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપમાં સામાયિક રૂપ છે. આ રીતે સામાયિક તે આત્મા અને આત્મા તે સામાયિક છે. સામાયિક તે નિજ સ્વરૂપ છે. સ્વસ્વરૂપની સિદ્ધિ સામાયિકમાં રહેલી છે.
અને તે સામાયિકના ૮ પ્રકાર છે, તે આ પ્રમાણે૧. સમભાવ સામાયિક-કષાયના ઉપશમ રૂપ છે. દાંત શ્રી દમદંતમુનિ. ૨. સામાયિક સામાયિક-“સર્વ જીવ સ્વ-સમાન છે'-આ ભાવ રૂપ છે. દષ્ટાંત શ્રી મેતારજ
મુનિ.
૩. સમવાદ સામાયિક - સમ એટલે રાગદ્વેષ વિના સત્ય વચન બોલવા રૂપ છે. દષ્ટાંત શ્રી કાલિકાચાર્ય.
૪. સમાસ સામાયિક - થોડા શબ્દોમાં તત્ત્વ ગ્રહણ કરવા રૂપ છે. દષ્ટાંત શ્રી ચિલાતીપુત્ર.
૫. સંક્ષેપ - શાસ્ત્રોના થોડા શબ્દોમાંથી ઘણો અર્થ વિચારવા રૂપ છે. દષ્ટાંત ૪ પંડિતોની કથા.
૬. અનવદ્ય - પાપ નિવૃત્તિ રૂપ છે. દષ્ટાંત ધર્મરુચિ અણગાર.' ૭. પરિજ્ઞા - વસ્તુને સર્વાગી રીતે જાણવા રૂપ છે. દષ્ટાંત ઇલાચીકુમાર.
૮. પ્રત્યાખ્યાન – પચ્ચક્માણ કરવા પૂર્વક હેયનો ત્યાગ કરવા રૂપ છે. દષ્ટાંત તેટલીપુત્ર મંત્રી.
સામાયિક એ ખરા અર્થમાં તો સાવદ્ય યોગ(પાપપ્રવૃત્તિ)ની નિવૃત્તિ રૂપ છે. તેના અન્ય ૪ પ્રકાર આ રીતે છે.
૧. શુદ્ધ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત સામાયિક
સૌજન્ય : શ્રી હરેશકુમાર મનસુખલાલ પટવા, જામડા
(૧૫૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org