________________
(FOOO
OODS
કરી છે. આ મહોત્સવ પ્રસંગે પણ સંસ્થાને વધુ દાન લાવી આપવામાં બેંગ્લોરની પાઠશાળાના અધ્યાપકોનો, મદ્રાસમાં શ્રી કાન્તિભાઈ નગીનદાસભાઈ (ઉણવાળા)નો અને મુંબઈમાં પંડિત શ્રી વસંતલાલ મફતલાલ દોશીનો ઘનિષ્ઠ પ્રયત્ન છે જે સવિશેષ નોંધપાત્ર છે. આ સંસ્થામાંથી થયેલા મુનિવરો અને આચાર્યો
આ સંસ્થા કેવળ એકલાં ધર્મશાસ્ત્રો જ ભણાવે છે એમ નહીં, પરંતુ જૈન ધર્મના ઊંડા અને ઉમદા સંસ્કાર વિદ્યાર્થીઓમાં રોપે છે. પ્રતિદિન દર્શન-વંદન-પૂજા દ્વારા રચિનાં બીજ, પ્રતિદિન ઉત્તમ અભ્યાસ દ્વારા જ્ઞાનનાં બીજ, અને સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નવકારશી, રાત્રિભોજન ત્યાગ આદિ ઉત્તમ આચારો દ્વારા ચારિત્રનાં એવાં બીજો રોપે છે કે જેનાથી સંસ્કારો વધુ દૃઢ બનતાં અને જીવની પોતાની ભાવસ્થિતિ પાકતાં દીક્ષાના માર્ગે વળે છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને દીક્ષિત થયેલા મુનિવરોની સંખ્યા ૧૪૫ છે અને આચાર્ય પદે વિભૂષિત થઈ જૈન શાસનની શોભા અને પ્રભાવના કરનારાની સંખ્યા લગભગ ૩૦ છે તેમાંથી કેટલાંક આચાર્ય મહારાજશ્રીઓ આજે ભૂમિતલ ઉપર વિચારી રહ્યા છે અને શાસનની સેવા કરતા અને રત્નત્રયીનું આરાધન કરતા-કરાવતા આ સંસ્થાના નામને ઉજ્જવલ કરી રહ્યા છે. આ સંસ્થામાં તૈયાર થયેલા અપૂર્વ વિદ્વાનો
- કર્મ સાહિત્યાદિ શાસ્ત્રાભ્યાસમાં અત્યંત નિપુણ, સૂક્ષ્મતત્ત્વ ચિંતક, અનેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને જેઓએ ઊંડાણથી અભ્યાસ કરાવ્યો છે એવા જૈન સમાજમાં નામાંકિત થયેલા અનેક વિદ્વાનો તૈયાર કરી આ સંસ્થાએ જૈનસંઘને ભેટ ધરી છે. પ્રથમનાં પચાસ વર્ષોમાં પંડિત વલ્લભદાસ હોવાભાઈ, દુર્લભદાસ કાળીદાસ, ભગવાનદાસ હરખચંદ, હિરાલાલ દેવચંદ, પંડિત ચંદુભાઈ, શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ, મફતલાલ ઝવેરચંદ, છબીલદાસ કેશરીચંદ, પુખરાજજી અમીચંદજીભાઈ, કપૂરચંદ રણછોડદાસ, વાડીભાઈ મગનલાલ, શિવલાલભાઈ નેમચંદ, પંડિત શ્રી કાન્તિલાલ ભુદરભાઈ વગેરે અનેક સારા અધ્યાપકો તૈયાર કરી જૈનસંઘમાં આપ્યા છે, જે આજે પણ મુંબઈ, સુરત, અમદાવાદ, પાટણ અને મહેસાણા જેવાં મુખ્ય મુખ્ય કેન્દ્રોમાં અત્યન્ત સુંદર રીતે અધ્યાપન કાર્ય કરાવે છે. આ સંસ્થાને પ્રાપ્ત થયેલા સેવાભાવી કાર્યકરો
એવા પ્રકારના ઉત્તમ મુહૂર્ત અને ઉત્તમ ક્ષેત્રે ઉત્તમ ભાવનાપૂર્વક
१८
SAYRO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org