SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ COOS ઊજવ્યો હતો ત્યારબાદ સંવત ૨૦૨૨માં શેઠશ્રી અમૃતલાલ કાળીદાસના પ્રમુખપદે મળેલ સંમેલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અધ્યાપનનાં ક્ષેત્રોમાંથી રૂ. ૧,૧૧,૧૧૧, એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આ સંસ્થાને દાન રૂપે ભેગા કરી આપ્યા. તથા વિદ્યાર્થીઓને ન્યાય, વ્યાકરણ અને ધાર્મિક ઉચ્ચ અભ્યાસની કેટલીક યોજનાઓ તૈયાર કરી. આ રકમમાંથી રસોડાનું નવું મકાન બંધાવવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૧૭માં શ્રી હરખચંદ કાંકરીયાના હાથે કરવામાં આવ્યું. પંચોતેર વર્ષે અમૃત મહોત્સવ આ સંસ્થાને જ્યારે પંચોતેર વર્ષો પૂર્ણ થયાં ત્યારે સંસ્થાની જનરલ અને સ્થાનિક એમ બન્ને કમિટીના સભ્યોએ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળીને પંચોતેર વર્ષ સંસ્થાને પૂર્ણ થયાં તે નિમિત્તે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની આગેવાની નીચે વિક્રમ સંવત ૨૦૩૬માં અમૃત મહોત્સવ ઊજવ્યો હતો, તે વખતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતપોતાના અધ્યાપનકાર્યનાં ક્ષેત્રોમાંથી આ સંસ્થાને રૂ. ૧૧,૧૧,૧૧૧, અગિયાર લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર રૂપિયા દાન રૂપે ભેગા કરી આપી કંઈક અંશે ઋણ અદા કર્યું હતું. આ રકમ એકત્રિત કરવામાં બેંગ્લોર, મદ્રાસ અને મુંબઈના અધ્યાપકોનો ભગીરથ પુરુષાર્થ હતો. આ પ્રસંગે “અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ” તૈયાર કરવામાં પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદભાઈ, પંડિત શ્રી સોમચંદ ડી. શાહ અને પંડિત શ્રી કપૂરચંદભાઈ રણછોડદાસભાઈનો મુખ્ય ફાળો હતો. બન્ને મહોત્સવો દરમ્યાન આ સંસ્થાની દીર્ધાયુષિતાના પાયા વધારે મજબૂત કરાયા. પૂરેપૂરાં સો વર્ષે શતાબ્દી મહોત્સવ આ વર્ષે એટલે વિક્રમ સંવત ૨૦૫૪માં આ સંસ્થાને પૂરેપૂરાં સો વર્ષ પૂર્ણ થઈ એકસો એકમું વર્ષ શરૂ થયું છે ત્યારે મહા વદ ૨-૩-૪ તારીખ ૧૩૧૪-૧૫ ફેબ્રુઆરી ૧૯૯૮ના શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની આગેવાની નીચે શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતપોતાના અધ્યાપન ક્ષેત્રોમાંથી આ સંસ્થાને ૧,૧૧,૧૧,૧૧૧, એક કરોડ અગિયાર લાખથી પણ વધારે રકમ એકત્રિત કરીને આ સંસ્થાની સધ્ધરતામાં ઉમદા ફાળો આપી યત્કિંચિત્ ઋણમુક્તિ મેળવી છે. આ મહોત્સવ પ્રસંગે ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતે પણ ૧૧,૧૧૧, અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા વગેરે રકમો આપી છે. તથા રંગમહોલની જગ્યા ઉપર વિદ્યાર્થીઓને આધુનિક સગવડો સાથે રહેઠાણ યોગ્ય નવું મકાન બાંધવાની યોજના તૈયાર GOO DOOTO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy