________________
OMOS
આ સંસ્થાના પાયા નખાયા છે કે જેના લીધે આજ સુધી શ્રેષ્ઠ, નામાંકિત, પં નિઃસ્વાર્થ સેવા કરનાર, પ્રતિષ્ઠિત, અને જૈન સમાજના અગ્રેસર પંક્તિના પુરુષો આ સંસ્થાનું કામકાજ સંભાળનાર મળતા જ રહ્યા છે. સૌથી પ્રથમ શેઠશ્રી વેણીચંદભાઈ પોતે જ કામકાજ સંભાળતા. ત્યાર બાદ બબલદાસ નગીનભાઈ, શેઠશ્રી જીવાભાઈ પ્રતાપસીભાઈ, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અતિશય ખંતપૂર્વક કામકાજ સંભાળે છે. સ્થાનિકમાં ડૉક્ટર સાહેબ મગનલાલ લીલાચંદભાઈ, વકીલ સાહેબ ચીમનલાલ અમૃતલાલભાઈ અને હાલ બાબુલાલ જેસીંગભાઈ વગેરે ભાઈઓએ ઘણું સારું કાર્ય કર્યું છે. પૂર્ણહિતચિંતક મેનેજર સાહેબો
પ્રારંભમાં ભણાવવાનું કામકાજ, તથા સંસ્થાનાં સર્વ કાર્યોની ચોવીસે કલાક સતત દેખરેખ મૅનેજર સાહેબ શ્રી વલ્લભદાસ હોવાભાઈએ સંભાળી. વેણીચંદભાઈના પરમ વિશ્વાસુ, અને કામકાજની ઊંડી આવડતવાળા શ્રી વલ્લભદાસભાઈએ સંસ્થાનું કામ અત્યન્ત વ્યવસ્થિત સંભાળ્યું. ત્યાર બાદ દુર્લભદાસ કાળીદાસ ભાઈએ સારો ભોગ આપ્યો. પછી શ્રી પ્રભુદાસભાઈએ ભણાવવાનું, વિદ્વાનો તૈયાર કરવાનું, પંચપ્રતિક્રમણાદિ પુસ્તકો લખવાનું વગેરે કામો કાળજીપૂર્વક કરીને સંસ્થાના નામને ઘણું જ રોશન કર્યું છે. આવા આવા અનેક મહાનુભાવો શ્રેષ્ઠ કાર્યકર તરીકે આ સંસ્થાને મળ્યા છે તેથી જ આ સંસ્થાના નામનો, કામનો, અને યશસ્વિતાનો વિકાસ થયો છે. શતાબ્દી સ્મૃતિગ્રંથમાં લેવાયેલા વિષયો
આ સંસ્થાએ ૧૦૦ વર્ષમાં શું શું કામકાજ કર્યું? તેના કાર્યક્ષેત્રનો તથા વહીવટના ક્ષેત્રનો ચિતાર વિસ્તારપૂર્વક આપેલ છે. આ સંસ્થાએ વિદ્યાર્થીઓને પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, લોકપ્રકાશ, કમ્મપયડી, વિશેષાવશ્યકભાષ્ય, સ્યાદ્વાદમંજરી, તર્કસંગ્રહ, મુક્તાવલી, સિદ્ધહેમ
વ્યાકરણ, બૃહદ્વૃત્તિ, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય, ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્ર, રઘુવંશ, કિરાત ઇત્યાદિ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો છે. આ રીતે જ્ઞાનમાર્ગની સારી આરાધના કરાવી છે. તથા સમ્યગ્દર્શનની અને સમ્યગ્યારિત્રની નિર્મળતા વધે તેવું પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ નવકારશી, રાત્રિભોજન ત્યાગ આદિ ધર્માનુષ્ઠાનોનું સેવન સુંદર રીતે ગોઠવ્યું છે. આ પ્રમાણે મહેસાણા પાઠશાળામાં ભણેલા શિક્ષકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org