________________
ઓઘનિર્યુક્તિ-પિંડનિર્યુક્તિ, ૪. ઉત્તરાધ્યયનસૂત્ર.
આ સૂત્રોમાં અનુક્રમે ૧. સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨. સાધુ-સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩. દીક્ષા ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું-ચાલવું-ગોચરી કરવી વગેરે સંયમ-જીવનને ઉપયોગી બાબતો અને ૪. પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે.
૫ દશ પ્રકીર્ણકો (પન્ના) : ચિત્તના આરાધકભાવને જાગ્રત કરનારા નાના-નાના ગ્રંથો તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે : ૧. ચતુઃ શરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્તપરિજ્ઞા, ૫. તંદુલવૈચારિક, ૬. સસ્તારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવેન્દ્રસ્તવ, અને ૧૦. મરણસમાધિ.
આ દશ પ્રકીર્ણકમાં અનુક્રમે ૧. ચાર શરણ, ૨. સમાધિમરણની પૂર્વ તૈયારી રૂપે આરાધના, ૩. અનશન માટેની તૈયારીની માહિતી, ૪. ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫. જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬. અંતિમ સમયે ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો ? ૭. સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮. આચાર્ય ભગવંતોને જરૂરી એવા જ્યોતિષ-મુહૂર્ત આદિની માહિતી, ૯. તીર્થકર ભગવંતની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઇંદ્રોનું વર્ણન અને મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિનાં વર્ણનો આપેલ છે.
૬ બે ચૂલિકાસૂત્રો : ૧. નંદીસૂત્ર, ૨. અનુયોગદ્વારસૂત્ર, આ બંને આગમ દરેક આગમોના અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોના આરંભે મંગલરૂપે છે અને અનુયોગદ્વાર સૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સૂત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમોનું સાચું રહસ્ય જાણી શકાતું નથી.
આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમોનો અભ્યાસ કરવાનો અધિકાર છે તે આગમના યોગોહન કરનાર પૂજય મુનિ ભગવંતોનો છે. પૂજ્ય સાધ્વીજી મહારાજો પણ યોગોદહન કરી આમાંના કેટલાક આગમોનો અભ્યાસ કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ ગુરુમુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે પણ તેઓને માટે યોગોદ્ધહનનું વિધાન ન હોવાથી જાતે અભ્યાસ કરી શકે નહીં.
આ આગમોનાં ૧. મૂળસૂત્રો, ૨. તેની નિયુક્તિઓ ૩. ભાષ્યો, ૪. ચૂર્ણિઓ અને પ. ટીકાઓ-વૃત્તિઓ-અવચૂરિ એમ દરેકનાં પાંચ અંગો છે. તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે.
અન્ય જૈન સાહિત્ય
આગમ સાહિત્યના આધારે પૂર્વના જ્ઞાની મહાપુરુષોએ જીવોનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખો-કરોડો શ્લોક પ્રમાણ દ્રવ્યાનુયોગ,
સૌજન્ય : શ્રી કાંતિલાલ ઉમલાલ શાહ, પાલનપુર
૧૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org