SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર, ૨. સંયમની નિર્મળતા, ૩. હેય-શેય-ઉપાદેયનું સ્વરૂપ, ૪. અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫. ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલા ઉત્તરો, ૬. અનેક ચરિત્રો અને દૃષ્ટાંતો, ૭. દશ મહાશ્રાવકોનાં વિસ્તૃત જીવનચરિત્રો, ૮. કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જનાર મહામુનિઓનાં ચરિત્રો, ૯. સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર મહામુનિઓનાં જીવનચરિત્રો, ૧૦. હિંસા વગેરે પાપના વિપાકો અને ૧૧. કર્મોનાં શુભાશુભ વિપાકો આદિનો સવિસ્તર વર્ણનો છે. ૨. બાર ઉપાંગ સૂત્રો : દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારાં શાસ્ત્રો તે ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણે : ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. કલ્પાવતંસિકા, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા અને ૧૨. વૃષ્ણિદશા. આ બાર ઉપાંગોમાં અનુક્રમે (૧) દેવોની જુદી જુદી યોનિઓમાં કયા કયા જીવો ઊપજે? તેની માહિતી, (૨) પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ તથા સૂર્યાભદેવે ભગવાનની આગળ કરેલ બત્રીસ નાટકોની માહિતી, (૩) જીવ-અજીવનું સ્વરૂપ, (૪) જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદોનું વર્ણન, (૫) સૂર્ય સંબંધી વર્ણન, (૬) જંબૂઢીપ સંબંધી નાનીમોટી અનેક હકીકતો, (૭) ચંદ્ર સંબંધી વર્ણન, (૮) ચેડા મહારાજા અને કોણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ-મહાકાલ વગેરે દશ પુત્રો મરીને નરકમાં ગયા તેનું વર્ણન, (૯) કાલમહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમા દેવલોકે ગયાં તેનું વર્ણન, (૧૦) વર્તમાનકાલ વિદ્યમાન સૂર્ય-ચંદ્ર-શુક્ર વગેરેના પૂર્વભવો તથા બહુપુત્રિકા દેવીની કથા વગેરે (૧૧) જુદી જુદી દશ દેવીઓના પૂર્વભવોનું વર્ણન અને (૧૨) કૃષ્ણ વાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રોના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્રો આદિ વર્ણન આપવામાં આવેલ છે. ૩. છ છેદસૂત્રો : સંયમમાર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રો તે છેદસૂત્ર કહેવાય. તે હાલ જ છે. ૧. નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણા મહાપર્વમાં કલ્પસૂત્ર બારસાસૂત્ર નિયમિત વંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૫. જીતકલ્પ અને ૬. મહાનિશીથ. આ સૂત્રોમાં મુખ્યત્વે સાધુજીવનના આચારો, તેમાં લાગતા દોષો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આદિના વિધાનો બતાવી સંયમજીવનની આરાધનાની નિર્મળતા. પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે. ૪. ચાર મૂલસૂત્રો : શાસનની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણસમા ચારિત્રના પાયાને મજબૂત કરનાર, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રન્થો આ પ્રમાણે ચાર છે : ૧. આવશ્યક સૂત્ર, ૨. દશવૈકાલિકસૂત્ર ૩. ૧૨૮] સૌજન્ય: શ્રી મણિલાલ લલ્લુભાઈ શાહ, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy