________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા (ભાવનગર)
જૈન શાસ્ત્રોમાં પાંચ જ્ઞાનોનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે, વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.
તેમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છે : ૧ અંગપ્રવિષ્ટ અને ૨ અંગબાહ્ય.
૧. અંગપ્રવિષ્ટશ્રુત : શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ બુદ્ધિના ધણી ગણધર ભગવંતો કિં તત્ત⟨-તત્ત્વ શું ?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થંકર પરમાત્મા ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઇ વા (=દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને સ્થિર રહે છે.) એ ત્રિપદી આપે છે, એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવંતો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે, તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે.
૨. અંગબાહ્યશ્રુત : તીર્થપ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂત્રરચના કરે છે તે સર્વ અંગબાહ્ય શ્રુત કહેવાય છે.
અંગસૂત્રોમાં આત્મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોની વિધિ હોય છે. ઉપાંગસૂત્રોમાં અંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ ક૨ના૨ મહાપુરુષોની ચર્ચાનું વર્ણન હોય છે. અને અન્ય સૂત્રોમાં બાકીની બીજી વાતોનું વર્ણન હોય છે.
આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રોમાં અવ્યવસ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે, તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમો હતા, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમો છે. ૧. અગિયાર અંગસૂત્રો : શ્રી તીર્થંકર પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે. તેમાંનું ૧૨ મું દૃષ્ટિવાદ અંગ હાલ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગો વિદ્યમાન છે. તે આ પ્રમાણે : ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર), ૬. જ્ઞાતાધર્મકથાંગ, ૭. ઉપાસકદશાંગ, ૮. અંતકૃદ્દશાંગ, ૯. અનુત્તરોપપાતિક દશાંગ, ૧૦. પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાકશ્રુતાંગ.
પરમાત્માની એકાંત હિતકર વાણીને સંગ્રહ કરનાર આ અગિયાર અંગોમાં અનુક્રમે ૧.
સૌજન્ય : શ્રી જાદવજી લલ્લુભાઈ શાહ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org