SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્ર દુર્લભ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે સાતે નયોનું સુંદર વિવેચન કર્યું છે. નયોનું સ્પષ્ટીકરણ પ્રાચીન અનેક ગ્રન્થોમાં ઉપલબ્ધ છે. સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર આદિ અંગસૂત્રો ઉપરાંત અનુયોગદ્વાર, આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, ન્યાયાવતાર, સ્યાદ્વાદમંજરી, દ્વાદશારનયચક્ર, પ્રવચનસારોદ્વાર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સંમતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર તેનું ભાષ્ય તથા અનેક વૃત્તિઓ, અનેકાંતજયપતાકા, અનેકાંતવાદપ્રવેશ, રત્નાકર અવતારિકા, પ્રમાણનય-તત્ત્વાલોકાલંકાર, નયકર્ણિકા વગેરે સંખ્યાબંધ ગ્રન્થોમાં આ વિષયની છણાવટ થઈ છે. આ તો શ્વેતાંબરીય શાસ્ત્રોની વાત થઈ. દિગંબરીય અનેક ગ્રંથોમાં પણ નયોનું વિવેચન ઉપલબ્ધ છે. અનેક પ્રાચીન ગ્રન્થો હોવા છતાં પણ પ્રસ્તુત ગ્રન્થકારે નવ્યશૈલીમાં નયવિષયક અનેક ગ્રન્થોની રચના કરી છે. નયપ્રદીપ એ પ્રાથમિક જિજ્ઞાસુઓને નયવિષયક જાણકારી આપતો ગ્રન્થ છે. તેના કરતાં કંઈક અધિક જિજ્ઞાસાવાળાઓ માટે પ્રસ્તુત ગ્રન્થનો નયપરિચ્છેદ પર્યાપ્ત છે. આના કરતાં પણ અધિક-અધિકતર જિજ્ઞાસાવાળા માટે નયરહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, તત્ત્વાર્થના, અધ્યાયની ટીકા, નયોપદેશ વગેરે ગ્રન્થો ઉપલબ્ધ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે નયવિષયક પર્યાપ્ત વિવેચન પૂરું પાડ્યું છે. નિક્ષેપ જેવા આગમિક પ્રમેયનું દાર્શનિક પ્રમેય જેવું રોચક અને તર્કપુરસપર નિરૂપણ એ કદાચ પ્રસ્તુત ગ્રન્થકારની એક વિરલ ભેટ કહેવાય. ટૂંકમાં, આગમિક અને દાર્શનિક પ્રમેયોનો સુભગ સમન્વય સાધીને આપણી સમક્ષ પધારેલો ગ્રન્થરાજ છે, જૈનતર્કભાષા. ૧૨૬ Jain Education International સૌજન્ય : શ્રી માણેકલાલ મોહોલાલ સંઘવી, મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy