________________
ઉપદેશ રહસ્ય’નું પરિશીલન
સંયમરત્નવિજયજી મ. સા.
આજથી ૨૫૫૪ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન્ મહાવીર પરમાત્માથી ત્રિપદીને પામીને ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી આદિ ગણધર ભગવંતોએ અન્તર્મુહૂર્ત માત્રમાં વિરાટ દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશાંગી એટલે જ્ઞાનનો અખૂટ, અભેદ્ય, અપ્રતિમ ખજાનો. સમસ્ત વિશ્વમાં જ્યાં જ્યાં જે જે વિષયનું જ્ઞાન છે તે બધું તેમાં હોય જ. શ્રુતજ્ઞાનનો એવો કોઈ વિભાગ ન હોય જેનો આમાં સમાવેશ ન થતો હોય.
આજની દુનિયામાં
તે જ્ઞાનનું અધ્યયન-અધ્યાપન અમેરિકાની કેબ્રિજ યુનિવર્સિટીમાં થતુ હોય કે ઇંગ્લેન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થતું હોય.
ભારતમાં જેનું પઠન-પાઠન હિન્દુ વિશ્વવિદ્યાલયમાં થતું હોય કે ગૂજરાત વિદ્યાપીઠમાં થતું હોય.
જે વિષયના ગ્રન્થો અમેરિકાની કોંગ્રેસ લાઇબ્રેરીમાં હોય કે પેરિસ લાઇબ્રેરીમાં હોય.
જેના પ્રયોગો (Experiments) નાસા (NASA)માં થતા હોય કે ભાભા ઇન્સ્ટિટ્યૂટમાં થતા હોય
જ્ઞાનની કોઈ પણ શાખા–દર્શન, અધ્યાત્મ, ગણિત, ઇતિહાસ જ્યોતિષ, ભૂગોળ આદિ તમામ વિષયનું તત્ત્વજ્ઞાન આ દ્વાદશાંગી હોય છે.
જાણે બ્રહ્માણ્ડના સપૂર્ણ જ્ઞાનનો વિશ્વકોષ (Encyclopedia) ન હોય.
જેનું લેખન કરવામાં આવે તો ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહી (Ink)ની જરૂર પડે. કોટિકોટિ વંદન હો શ્રુતજ્ઞાન આ મહાસાગરને.
અવસર્પિણી કાળના સ્વભાવશ્રી ક્રમશઃ જ્ઞાનાદિની હાનિ થાય છે છતાં પણ જેમ અંધકાર પછી પ્રકાશ આવે છે. સંધ્યા પછી પ્રભાત આવે છે.
૧૧૬]
સૌજન્ય : શ્રી પરેશાબેન પ્રમોદભાઈ શાહ, સાબરમતી
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org