________________
ને વિસ્તારરુચિ મેધાવીઓ માટેનું સર્જન છે-નયોપદેશ... અનેકાન્તવ્યવસ્થા વગેરે પણ સારા સહાયક બની શકે છે. ગ્રન્થકારની એક વિશેષતા છે... નયપ્રદીપગત વિષયોનો જ વિસ્તાર નરહસ્ય ને નયોપદેશમાં છે એવું નથી, નયો અંગેની અનેક ભિન્ન ભિન્ન વિચારણાઓને આવશ્યકતાનુસાર વિભક્ત કરીને ક્રમશઃ સંક્ષેપથી..મધ્યમ રીતે કે વિસ્તારથી ચર્ચા છે, યથાક્રમે નયપ્રદીપ, નવરહસ્ય અને નયોપદેશમાં. વળી ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થો... એટલે નવ્ય ન્યાયનો ભરપેટ ઉપયોગ હોય જ. પંક્તિઓ બુદ્ધિને વ્યાયામ કરવાની ફરજ જરૂર પડે... પણ, એટલે જ સંદેહના રોગની પીડા નહીં...
પણ ઐદંપર્યાર્થ સુધીના સ્પષ્ટ બોધની તંદુરસ્તી બુદ્ધિ અનુભવે. નયનું સામાન્ય લક્ષણ, ફલિતરૂપે દુર્નયનું સ્વરૂપ, નયના પર્યાયવાસી શબ્દો અને તેના અર્થ, ભેદાભેદ અંગે જાત્યન્તર, પ્રદેશ-પ્રસ્થક અને વસતિ દષ્ટાન્ત અંગે નયોના પ્રચારનો વિસ્તાર, નૈગમનયનું પ્રતિપાદન અને એને સ્વીકાર્ય ચારે નિક્ષેપાઓની વિસ્તૃત સચોટ સમજણ, સંગ્રહમાં તત્પર સંગ્રહનય, લોકવ્યવહારનો સાધક વ્યવહારનય, પ્રત્યુત્પન્ન અર્થગ્રાહી ઋજુસૂત્રનય, યથાર્થાભિધાનવાળો શબ્દનય, સપ્તભંગીનું નિરૂપણ, સદ્દભૂત અર્થોમાં અસંક્રમ માનનારો સમભિરૂઢનય, વ્યુત્પત્તિઅર્થાન્વિત અર્થનો સ્વીકાર કરનાર એવંભૂતનય, જીવાદિ વિષયોમાં સાત નિયોનું પ્રતિપાદન, દિગંબરમતની સમીક્ષા, નયોમાં બળવત્તા કે દુર્બળતાની ઇચ્છાધીનતા, જ્ઞાનનય-ક્રિયાનય, કુર્વિદ્રુપ એ જ એકમાત્ર કારણ–એવી દીર્ઘ આશંકા ને એનું વ્યવહારનયે સમાધાન... અને છેવટે વિચિત્રનયવાદ દ્વારા પણ સાધવાનો તો છે રાગ-દ્વેષવિલય જ.. એવું ટૂંકમાં ગ્રન્થોપનિષદ્..
આ બધા વિષયોનું “નયરહસ્યમાં’ સૂાર્થગ્રાહી હૃદયંગમ નિરૂપણ કરનારા ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીના શુકનવંતા નામથી અલંકૃત શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, પોતાની અસ્મલિત ને મક્કમ ગતિથી ૧૦૦ વર્ષની દીર્થયાત્રા પૂર્ણ કરી ૧૦૧ મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કયા ભાવુકનું હૈયું હિલોળે ચડ્યા વગર રહે ? કારણ કે સહુ કોઈ આત્માર્થી જીવનું અંતિમ લક્ષ્ય...કેવળજ્ઞાન...કે જે આત્માનો પ્રધાનગુણ છે...તેની પ્રાપ્તિ તરફ લઈ જતી આ જ્ઞાનયાત્રા છે.
શતાધિક સંયમીઓ અને સંખ્યાબંધ વિદ્વાન પ્રાધ્યાપકોની ભેટ ધરનાર આ સંસ્થા હજુ વધુ ને વધુ દીર્ઘ કાળ સુધી શાસનસેવા વધુ સારી રીતે કરતી રહે એવી મંગળકામના..વ્યક્ત કરવા સાથે આ કલ્પવૃક્ષ જેવી સંસ્થાના સ્થાપક, પ્રેરક, સંચાલક, વ્યવસ્થાપક, અને દાતાઓએ બધાંનાં સુકૃતોની અનુમોદના...
સૌજન્ય : શ્રીમતી ઈલાબેન ચંદ્રકાન્ત ચોક્સી ટ્રસ્ટ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org