SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઠંડી પછી ગરમી આવે છે. ઉતાર પછી ચઢાવ આવે છે. તેમ જૈનશાસનના રંગમંચ પર સમયના બદલાતા રંગે અનેક વિભૂતિઓનું અવતરણ થાય છે. ૧૭ વી સદીની ચંગલવેલામાં ગુજરાતના કનોડાગ્રામમાં એક દિવ્ય વિભૂતિનો જન્મ થયો કે જે તેજસ્વી દિવાકરે શ્રુતજ્ઞાનનાં સમસ્ત ક્ષેત્રોને પ્રકાશિત, પ્રજ્વલિત અને પરિવિકસિત કર્યા. જેમના સાહિત્યનો રસપાન કરી જ્ઞાનપિપાસુઓ આ કલિયુગમાં પણ વસ્તુના યથાર્થ, સ્પષ્ટ દર્શન કરે છે. ભૌતિકવાદથી પીછેહઠ કરી, અધ્યાત્મવાદના પાવન પંથે પ્રયાણ કરે છે. ધર્મના મર્મને પામી અધ્યાત્મની અદ્ભુત મસ્તીમાં લીન બને છે. તે યુગ મહર્ષિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના પુણ્યનામથી અલંકૃત શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા(જૈન શ્રેયસ્કર મંડલ) શતાબ્દી જેવા દીર્ઘ કાર્યકાલને અતિકાન્ત કરે છે એ સમગ્ર જૈન શાસન માટે ગૌરવનો વિષય છે. શાસનમાં અનેક સંસ્થાઓ છે પરન્તુ સો-સો વરસ સુધી સ્વલક્ષ્યની દિશામાં સફળતાપૂર્વક આગેકૂચ કરતી આવી મધ્યસ્થ સંસ્થાઓ તો ભાગ્યે જ દષ્ટિગોચર થતી હોય છે. આ શ્રુત સંસ્થાના એક શતક જેવા ભવ્યભૂતકાલના દર્શન કરતા. કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વરતે છે અવિરોધજી, વીરજિસંદ જગત ઉપકારી.. આવી શાસનભક્તિની પંક્તિઓ હોઠ પર આવી જાય છે. બસ. આ પુનિત સંસ્થા યુગયુગ સુધી વીરપ્રભુની શાસન વાટિકા પલ્લવિત, લીલીછમ રાખે એ જ પરમાત્માનાં પાદપલ્મોમાં મંગલ પ્રાર્થના...! મુમુક્ષુ અવસ્થામાં બે-બે વરસ સુધી અધ્યયન કરવાની સોનેરી તક મને પણ મળેલી. સંયમજીવનની આરાધનાના અનુપમ આનંદમાં પાયાને સ્થાને રહેલા આ માતૃસંસ્થાના ઉપકારની લાગણી, સંવેદતાં વારંવાર આવિર્ભત થઈ જાય છે. સંસ્થાના શતાબ્દી મહોત્સવ ઉજવણીના ઉપક્રમે સંસ્થા જે મહર્ષિના પવિત્ર નામથી પોતાનું અસ્તિત્વ સ્થિર અને દઢ છે, સંસ્થા તે જ મહર્ષિના સાહિત્ય સામગ્રી ઉપર, લેખ, રચના ચિંતન આદિ પ્રકાશન કરે છે. જાણે “તેરા તુજકો અર્પણ” આ પંક્તિને ચરિતાર્થ કરતી પૂજય શ્રી પ્રતિ શ્રદ્ધાંજલી સમર્પિત ન કરતી હોય. ઉપદેશ રહસ્ય ગ્રન્થનું અભિધાન જ ગ્રન્થની મૌલિકતા કહે છે. ઉપદેશનું શ્રવણ સરલ સૌજન્ય : સ્વ. અરવિંદભાઈ મહેતા તથા સુખમલ મંગળજીભાઈના આત્મશ્રેયાર્થે, જૂના ડીસા (૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy