________________
નાના સૂત્ર દ્વારા સિદ્ધ કરી બતાવ્યા છે.
શંકા - અસ્તિ, નાસ્તિ, અવક્તવ્ય-ત્રણે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, એકત્ર-એક જ જગ્યાએ કેમ રહી શકે ? શું, એક જ આકાશમાં એક જ સમયે એક જ સાથે સૂર્ય-ચંદ્ર અને રહી શકે છે? જ્યાં શીત હોય ત્યાં ઉષ્ણ રહી શકે ?
સમાધાન - સ્યાદ્વાદી દરેક વસ્તુને અપેક્ષાથી માને છે. અપેક્ષાવાદ એ જીવનનો મહાનું સાર્થકવાદ છે. વિના અપેક્ષા કોઈ કાર્ય થાય તો તે નિંદ્ય જ ગણાય છે. તેમ વાક્યપ્રયોગ પણ અપેક્ષાને આગળ કરીને થાય તે જ સાર્થક લેખાય.
સૂર્ય-ચંદ્ર, શીત-ઉષ્ણમાં જેવો જાતિસિદ્ધ વિરુદ્ધ માનવામાં આવ્યો છે, તેનો વિરોધ સત્ત્વ, અસત્ત્વ આદિમાં નથી. વળી જે અપેક્ષાથી પદાર્થમાં સત્તાને અમે સ્વીકારીએ છીએ તે જ અપેક્ષાથી અસત્તા સ્વીકારતા હોઈએ તો જરૂર તે દોષિત ગણાય છે, પણ અહીં તેવું બનતું નથી. વળી વસ્તુની કેવળ સત્તાને જ તમે સ્વીકારવા જશો તો ઘટ સ્વ અને પર બન્ને રૂપે સત થયો હોઈ, પરનું કાર્ય ઘટથી થવું જ જોઈએ. જો અસત્તાને જ માનશો તો સમસ્ત સાંસારિક વ્યવહાર સર્વથા લોપ થશે. માટે કથંચિત્ સત્-અસદાત્મક વસ્તુ માનવામાં બિલકુલ વાંધો નથી. અને તેવી રીતે વસ્તુ સ્વીકારવામાં સમસ્ત સાંસારિક વ્યવહારને પણ બાધ થતો નથી.
૧૧૦) સૌજન્યઃ શ્રીમતી હુલાસબેન હિંમતલાલ પરમાર (મુંડારાવાળા), મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org