________________
(૩) ચૈિવ યાત્રીવ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સમાનતાની સુનિશ્ચિત માન્યતાવાળા આ ભેદની દૃઢ માન્યતા છે કે-સમસ્ત વસ્તુ ક્રમથી સ્વયોગ્ય પદાર્થના અર્પણથી અસ્તિત્વ ધર્મ અને અયોગ્યના અનર્પણથી નાસ્તિત્વ ધર્મવાળી છે. એટલે આ ભંગથી એ સિદ્ધ થાય છે કે દરેક વસ્તુ અસ્તિત્વ-નાસ્તિત્વ બને ધર્મવાળી છે. કેવલ અસ્તિત્વ અથવા કેવલ નાસ્તિત્વ ધર્મને જ માનવામાં આવે તો તે એકાંતપક્ષમાં આવતાં અનેક દૂષણોથી તે વસ્તુ વસ્તૃત્વમાં નહીં રહી શકે. અને જે વસ્તુમાં વસ્તુત્વ નહીં રહી શકે, તેમાં અર્થક્રિયાકારિત્વ લક્ષણ પણ ઘટી નહીં શકે જેથી અંતે સમસ્ત જગતના વ્યવહારનો પણ લોપ થશે જેથી આ ત્રીજો ભેદ વસ્તુની અનેક ધર્માત્મકતા સિદ્ધ કરી આપે છે.
(૪) વવ્યમેવ-પ્રત્યેક પદાર્થ કથંચિત્ અવક્તવ્ય છે. ઉપરના ભેદમાં જે ક્રમણ અસ્તિત્વ-નાસ્તિત્વ સ્વીકારવામાં આવ્યાં હતાં તે આ ભંગની અપેક્ષય યુગપદાત્મક કલ્પના કરવામાં આવે છે. અસ્તિત્વ-નાસ્તિત્વ એ બન્ને ધર્મોની એક જ સાથે, એક જ સમયે, એક જ ક્ષેત્રમાં, એક જ દ્રવ્યમાં એકત્ર કલ્પના કરવી હોય ત્યારે બન્ને પરસ્પર વિરુદ્ધ શબ્દોની સાધના માટે કોઈ પણ શબ્દ નથી અને તે બન્ને ધર્મોના એકત્વાવગાહન માટે બીજો કોઈ શબ્દ ન હોવાથી તેનો “અવક્તવ્ય' શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે.
વસ્ત કથંચિત બને ધર્મોના એકત્વાવગાહનથી અવક્તવ્ય બને છે. સર્વથા વસ્તુ અવક્તવ્ય માનવામાં આવે તો તે અવક્તવ્ય શબ્દથી પણ સિદ્ધ ન થઈ શકે. તેથી કથંચિત અવક્તવ્ય માનવું
આ ભંગ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક બને નયોની અપ્રાધાન્ય ગૌણતા સ્વીકારે છે.
(૫) ધૈવ ચાવøવ્યમેવ- પદાર્થ, કથંચિત્ સત્ હોતે છતે કથંચિત્ અવક્તવ્ય સ્વરૂપ પણ છે. આ ભંગમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા તથા દ્રવ્ય-પર્યાયાર્થિક નયની ગૌણતા છે. વસ્તુમાં અસ્તિત્વ ધર્મની વ્યાખ્યા કર્યા પછી તુરત જ બન્ને ધર્મોની યુગપદ્ સત્તા સ્વીકારવી હોય તો તેને માટે અલગ શબ્દ ન હોવાથી “અવક્તવ્ય' શબ્દથી તે સંબોધિત થાય છે. એટલે આ ભંગ એ સિદ્ધ કરી આપશે કે, વસ્તુમાં અસ્તિત્વ ધર્મ માન્યા પછી પણ અપેક્ષાથી અવક્તવ્યતા સ્વીકારવી પડશે.
(૬) યાત્રા ફ્લેવ રાવજીવ્યમેવ- કથંચિત્ નાસ્તિત્વ ધર્મને સ્વીકારી પુનઃ અવક્તવ્યતા ને આ ભંગ સિદ્ધ કરી બતાવે છે. આ ભંગમાં પર્યાયાર્થિક નયની મુખ્યતા તથા બનેની (દ્રવ્યપર્યાયનયની) ગૌણતા છે. નાસ્તિત્વ ધર્મને સ્વીકાર્યા પછી પણ કથંચિત યુગપદાત્મક વસ્તુ સ્વીકારી અવક્તવ્યતા વસ્તુમાં સિદ્ધ કરી બતાવવી એ આ ભંગનો ઉદ્દેશ છે.
. (૭) ચાન્ચેવ ત્રીવ વિવ્યમેવ- વસ્તુમાં કથંચિત ક્રમ વડે અસ્તિત્વનાસ્તિત્વ ધર્મોને સ્વીકારી પુનઃ વસ્તુની અવક્તવ્યતા આ ભંગ યુક્તિ પુરસ્સર સિદ્ધ કરી આપે છે.
આ બધા જ ભંગો-સંક્ષેપ દ્વારા પૂજય ઉમાસ્વાતિ મહારાજે “પિતાડપતસિદ્ધ ' એ
ળવો
સૌજન્ય: શ્રી નવીનચંદ્ર માણેકચંદ શાહ (ધીણોજવાળા), મલાડ મુંબઈ (૧૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org