________________
ज्ञानस्य फलं विरतिः
આ. રાજયશસૂરિ મ. સા.
...પ્રવૃત્તિ માત્ર સફળ હોવી જોઈએ. ફળ માટે જ પ્રવૃત્તિ થતી હોય છે. સંસ્કૃતમાં તો કહ્યું છે – પ્રથોનનમ્ અનુદ્દિશ્ય મન્દ્રોડા ન પ્રવર્તત – ઉદેશ્ય વિના તો મંદ બુદ્ધિની પ્રવૃત્તિ થતી નથી એટલે જ પ્રત્યેક પ્રવૃત્તિને, વૃત્તિને સફળ કરવી જ જોઈએ.
જ્ઞાન, સમ્યફ જ્ઞાનનું તો મહત્ત્વ જ અપાર છે. આ સમ્યફ જ્ઞાનની મહત્તા શાસ્ત્રમાં તો છે જ પણ પલટાતા યુગમાં ઘર-ઘરમાં અને ઘટ-ઘટમાં સમ્યફ જ્ઞાનની જયોતિ કેવી રીતે પ્રગટાવવી એ પ્રશ્ન ઘેરો બનતો જતો હતો. ગુરુકુલની પ્રથા ક્ષીણ થવા આવી હતી. શાળા અને કૉલેજના શિક્ષણનું મહત્ત્વ ઘટતું જતું હતું. ધર્મી-અધર્મી, આસ્તિક-નાસ્તિક સહુ શાળાકીય અને ડિગ્રીના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારતા થઈ ગયા હતા. હજારો વર્ષનો ઇતિહાસ બતાવે છે કે કાળના પ્રવાહને ખાળી શકાતો નથી. માટે જ મહાપુરુષો આવતા કાળને ઓળખીને ધર્મ અને સંસ્કારોના રક્ષણ માટે પહેલેથી જ વ્યવસ્થા કરે છે. પાણી પહેલાં જ પાળ બાંધે છે. આવા કાળપ્રવાહને સમજીને તેની સુચારુ વ્યવસ્થા કરવાનું ઘણા મુનિ મહારાજાઓ, ઘણા આચાર્ય ભગવંતોને મન હશે. ઘણા શ્રાવકોએ તે માટે મનસૂબાઓ કર્યા હશે પણ સુશ્રાવક શ્રી વેણીચંદભાઈ સફળ થયા. એમની ઘણી વાતો મેં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પાસેથી સાંભળી છે. મારા હૃદયમાં એક યુગસર્જક શ્રાવક તરીકે તેઓની છાપ છે.
પણ મનમાં એક જ વાત ડંખે છે. શ્રી વેણીચંદભાઈના કાળમાં પણ એમની આજે કહેવાતી “શ્રી યશોવિજય જૈન પાઠશાળા”નો વિરોધ થયો. આજથી ૧૦૦ વર્ષ પૂર્વે જેનો વિરોધ થયો હતો તે સમ્યજ્ઞાન પ્રચારક પ્રવૃત્તિ આજે સર્વમાન્ય તો બની જ ચૂકી છે. એટલું જ નહીં પણ “જ્ઞાનસ્થ હનં વિરતિઃ' રૂપે આ જ પાઠશાળાના ૧૫૦ વિદ્યાર્થીઓ આજે પણ સંયમી બની સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. “જ્ઞાનસ્થ નં વિરતિઃ' એ ઉમાસ્વાતિજી મ. સા.ના પુણ્ય સૂત્રને સફળ કરી રહ્યા છે.
સાધુ બનવું એ સર્વ વિરતિનો અંગીકાર છે. જ્ઞાનનું ફળ તો વિરતિ જ છે. અનેક સાધુસાધ્વીને ભેટ સંઘને આપી છે. સાથે સાથે મહેસાણા પાઠશાળાએ હજારો શ્રાવકો પેદા કર્યા છે. સેંકડો ધાર્મિક શિક્ષકો પેદા કર્યા છે. જેમનું નામ લેતાં કોઈ પણ શાસનપ્રેમીને ગૌરવ થાય તેવા અનેક વિરતિધરો અને સર્વવિરતિના પક્ષધરોની ફોજ આ પાઠશાળાએ પેદા કરી છે. જ્યાં સાધુ
સૌજન્ય : શ્રીમતી હુલાસબેન હિંમતમલજી પરમાર (મુંડારા), મુંબઈ
૧૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org