________________
On
S
વિજયદેવસૂરિજી પાસે બન્ને ભાઈઓની વડી દીક્ષા થઈ. અનુક્રમે 5 પદ્મવિજયજી અને યશોવિજયજી નામ આપવામાં આવ્યાં. બન્ને ભાઈઓએ સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૬૯૯માં પૂ. શ્રી યશોવિજયજીએ રાજનગરમાં સકલસંઘ સમક્ષ અવધાનનો પ્રયોગ કર્યો. તેનાથી પ્રેરાઈને શ્રેષ્ઠી શ્રી ધનજી સુરાએ તેમના ગુરુ શ્રી નવિજયજીને વિનંતી કરી કે “યશોવિજયજીને ન્યાય-વ્યાકરણાદિના વધુ ઊંચા અભ્યાસ અર્થે કાશી મોકલો.” શ્રી યશોવિજયજી મ.ને કાશી મોકલવામાં આવ્યા. કાશીના વાસ દરમ્યાન પદર્શનવેત્તા મહાવિદ્વાન્ ભટ્ટાચાર્ય પાસે તેઓએ ન્યાય, વ્યાકરણ, અને છયે દર્શનશાસ્ત્રોનું સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને “તત્ત્વચિંતામણિ” જેવા મહાગ્રન્થોનું અધ્યયન કર્યું.
તેઓએ પોતાના વિદ્યાભ્યાસ કાળ દરમ્યાન બોલવાની પ્રચંડ છટા અને વિદ્વત્તાથી એક મહાવાદીને હરાવ્યો. તેથી કાશીના વિદ્વાનોએ જ તેઓને “ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. આગ્રામાં પણ તેઓએ ઘણા ઘણા તર્કગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાંના વિદ્વાનોએ તેઓને “ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું. તેઓએ પોતાના જીવન દરમ્યાન જૈનશાસનની પ્રભાવના કરે તેવા અનેક ગ્રન્થોની રચના કરી જેમાં ખંડનખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, જૈનતર્કભાષા, જ્ઞાનસારાષ્ટક, કર્યપ્રકૃતિટીકા, નરહસ્ય, પ્રતિમાશતક આદિ ગ્રન્થો મુખ્ય છે. ગુજરાતીમાં જૈનશાસ્ત્રોનું પરમ રહસ્ય પીરસનાર તેઓએ સમ્યક્તની સઝાય, ચોવીસ તીર્થંકર ભગવંતોની સ્તવનચોવીસી, હૂંડીનાં ત્રણ સ્તવનો અને અનેક સજઝાયોની રચના કરી છે. વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં અણશન કરવાપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થયેલ છે. “સુજસવેલી”ના આધારે આ યત્કિંચિત્ જીવનરેખા લખી છે. સંસ્થાની સ્થાપનામાં પ્રેરક મહાત્માઓ
જૈન શાસનમાં કર્મગ્રન્થાદિ શાસ્ત્રીય ગ્રંથો, તથા ન્યાય, વ્યાકરણ, અને અનેક પ્રકારના અધ્યાત્મગ્રંથોનું પઠન-પાઠન વધારે થાય, અધ્યાપકોની પ્રાપ્તિ સુલભ બને, સુંદર અભ્યાસ કરી જીવો રત્નત્રયીની પ્રાપ્તિ કરે એવા શુભ આશયથી ન્યાયશાસ્ત્રના પરમાભ્યાસી પૂજ્ય શ્રી દાનવિજયજી મ.સા. તથા અતિશય ત્યાગી-વૈરાગી, અને પરમ તપસ્વી પૂ. શ્રી રવિસાગરજી મ.સા. આ સંસ્થાની સ્થાપનામાં મુખ્ય પ્રેરક હતા. આ બન્ને મહાત્માઓનું મહેસાણામાં અવાર-નવાર આગમન થતું. શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈનો તેઓ પ્રત્યે અતિશય સવિશેષ પૂજ્યભાવ હતો. તેથી તે મહાત્માઓની પ્રેરણા પ્રધાનપણે હતી.
१४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org