________________
O) શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા
સંપાદકીય નિવેદન
પરમાત્મા શ્રી વીતરાગદેવની ત્રિકાલાબાધિત અત્યન્ત નિર્દોષ વાણીના સારભૂત રચાયેલાં પરમ પવિત્ર જૈન શાસ્ત્રો ચતુર્વિધ શ્રી સંઘમાં પેઢી-દરપેઢી ભણાતાં રહે, ભણાવનારાઓનો યોગ સુલભ બને અને તેવા સમ્યજ્ઞાનથી જૈનસંઘમાં રત્નત્રયીનું પ્રસારણ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે એવા ઉત્તમ આશયથી પરમપૂજય નૈયાયિક શિરોમણિ પૂ. શ્રી દાનવિજયજી મ. તથા પરમ ત્યાગી – વૈરાગી પૂ. શ્રી રવિસાગરજી મ.સા.ના સદુપદેશથી પરમ શ્રદ્ધાસંપન્ન શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈએ વિક્રમ સંવત ૧૯૫૪ના કારતક સુદ ૩ ના શુભદિવસે આ સંસ્થાની
સ્થાપના કરી. સંસ્થાનું નામકરણ
અનેક દાર્શનિક, આધ્યાત્મિક, અને તાર્કિક ગ્રન્થોની રચના કરનાર, સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં વિવિધ સાહિત્ય સર્જનાર, મહોપાધ્યાય ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ જેવાં અપ્રતિમ બિરુદ ધારણ કરનાર, અત્યન્ત નિકટના કાલમાં જ થયેલા, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સર્વ સંપ્રદાયોને અત્યંત બહુમાનપૂર્વક માનનીય એવા ઉપાધ્યાયશ્રી “યશોવિજયજી” મહારાજ સાહેબના નામથી અંકિત કરીને આ સંસ્થા સ્થાપવામાં આવી. જૈનસમાજનો લગભગ પ્રત્યેક વ્યક્તિ ત્રણસો વર્ષ પૂર્વે થયેલા આ મહારાજશ્રીનું નામ જાણે, કામ જાણે, અને તેઓની પ્રતિભાને પણ જાણે. આવા સર્વમાન્ય વ્યક્તિના નામકરણથી આ સંસ્થા સર્વ સંપ્રદાયવર્તી સર્વ સાધુ-સંતોને પોતાની લાગી, સંસ્થા પ્રત્યે સર્વને મમતા જાગી, આ વાત નિર્વિવાદ સત્ય બની. પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પાસે કનોડા ગામમાં આ મહાત્માનો પ્રાયઃ વિક્રમ સંવત ૧૬૮૦માં જન્મ થયો. પિતા નારાયણભાઈ, માતા સોભાગદેબહેન, અને ભાઈ પધસિંહ હતા. તેઓનું નામ “જશવંતસિંહ” હતું. પૂજય શ્રી નવિજયજી મ. પાસે વિક્રમ સંવત ૧૬૮૮માં પદ્મસિંહ અને જશવંતસિંહની દીક્ષા થઈ. તે જ વર્ષે તપાગચ્છના આચાર્ય શ્રી
(O_
१३
- Oૉ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org