________________
Jain Education International
શ્રેષ્ઠિવર્ય વેણીચંદભાઈ
મહેસાણામાં દોશી કુટુંબમાં સુરચંદભાઈ પિતા અને માણેકબાઈ માતાને ત્યાં શ્રી વેણીચંદભાઈનો જન્મ થયેલ હતો. ૧૬ વર્ષની ઉંમરે પ્રસન્નબાઈ સાથે તેઓનાં લગ્ન થયાં. તેઓની ૩૩ વર્ષની ઉંમરે પ્રસન્નબાઈ સ્વર્ગવાસી થયાં. સંતાનોમાં એક “મોતીબાઈ” નામની પુત્રી જીવંત હતી. બીજાં ૨/૩ સંતાનો થયેલ. પરંતુ તે ઝાઝો ટાઇમ જીવિત ન રહ્યાં. ૩૩ વર્ષની ઉંમરે તેઓએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. પોતાનામાં સાધર્મિક ભક્તિ, વિનય, નમ્રતા, નિયમિત ધાર્મિક અનુષ્ઠાનોનું આસેવન, દુ:ખી પ્રત્યે કરુણાળુતા, જુદી જુદી સતત તપશ્ચર્યા, સ્વાશ્રયી જીવન જીવવાની મનોવૃત્તિ, ખર્ચમાં કરકસરિયાપણું અને જિનેશ્વરની પરમભક્તિ કરવી ઇત્યાદિ અનેક ગુણો હતા. શ્રી વેણીચંદભાઈને પોતાને જ સમ્યજ્ઞાનનો અથાગ પ્રેમ હતો જ. અને ઉપરોક્ત બન્ને મહાત્માઓએ સતત પ્રેરણા કરી જેના ફળ રૂપે શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી. સતત પરિશ્રમ કરી માન-અપમાન અવગણી, રાત-દિવસ ભૂલી જઈ આ સંસ્થાને પોતાનો પ્રાણ માની તેની આર્થિક સધ્ધરતા કરવા માટે અને કાર્યક્ષેત્ર વ્યવસ્થિત કરવા માટે તનતોડ પ્રયત્નો કર્યા. પોષાક સાદો, જીવન સાદું, પરંતુ નામ અને કામ મોટું કર્યું. પોતાના ભત્રીજા શ્રી બબલદાસ નગીનદાસને વિ. સં. ૧૯૮૩માં મુખ્ય સેક્રેટરી બનાવી, પોતાના ભાઈ શ્રી કિશોરદાસ સુરચંદભાઈને કારોબારી કમિટીમાં સભ્ય બનાવી આ બન્ને ઉપર સંસ્થાના કામકાજનો, વહીવટનો, અને આર્થિકતાનો સંપૂર્ણ બોજો નાખીને કુશળતાપૂર્વક કામ કરવાની ભલામણ કરીને વિ. સં. ૧૯૮૩ના જેઠ વદ ૯ ગુરુવારની સાંજે ૬-૩૫ના ટાઇમે નવકાર મંત્રના જાપ સાથે સમાધિપૂર્વક ૬૯ વર્ષની ઉંમરે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. સંસ્થા માટે મકાનની પ્રાપ્તિ
સંસ્થાનું કાર્ય ધીમે ધીમે આગળ વધ્યું. શરૂઆતમાં શ્રી વેણીચંદભાઈ પોતાના મકાનમાં વિદ્યાર્થીઓને રાખી બધી વ્યવસ્થા કરતા હતા પરંતુ તે સગવડો ઓછી પડવાથી તે વખતે સંસ્થાના ટ્રસ્ટી વિસનગરવાળા શેઠશ્રી મણિલાલ ગોકળદાસભાઈએ પોતાના હસ્તકના ટ્રસ્ટમાંથી મહેસાણાના સ્ટેશન રોડ ઉપર આવેલ ભવ્ય મકાન બંધાવી સંસ્થાને અર્પણ કર્યું.
આ સંસ્થાને ચારે બાજુથી સંઘનો આવકાર
જૈન શાસનમાં પૂર્વાચાર્યોના બનાવેલાં ગહન શાસ્ત્રોનું અધ્યયન
१५
For Private & Personal Use Only
Oad
www.jainelibrary.org