________________
ઉજમાળ છે તેવા જીવોની અનુમોદનીય પ્રવૃત્તિઓ.
સમ્યક્ત પ્રાપ્તિનું બીજક બની શકે તેવી આ અનુમોદનાના અંતે ચિત્ત આનંદથી એવું તર-બતર થઈ જશે કે બાવીસમી કડીની પેલી પંક્તિ આપણે અનુભૂતિના સ્તરેથી ગાઈ શકીશું કે - “થોડલો પણ ગુણ પર તાણો, સાંભળી હર્ષ મન આણ રે...” અને... આની અન્ય અસરરૂપે દોષ માત્ર પોતાના જ જોવાનું મન થશે, અન્યના નહિ... આ રીતે તેઓ પંદરમીથી બાવીસમી કડીમાં ‘ઇચ્છામિ સુકડ' નું સરસ પ્રતિપાદન કરે છે.
ચતુદશરણ-દુષ્કૃતગર્તા-સુકૃતાનુમોદનાની વિસ્તારથી વિવેચના કરીને હવે પૂજય ઉપાધ્યાયજી શુદ્ધ નયની ભૂમિકાનું નિરૂપણ કરે છે. એ માટે ચોવીસમી કડીમાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરાવતી માર્મિક પંકિત લખે છે કે : -
દેહ-મન-વચન-પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે;
અક્ષય-અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ સ્વરૂપ રે..' મન-વચન-કાયાની આ પૌદ્ગલિક રચના એ તો કર્મના કારણે સર્જાયેલ અવસ્થા છે. એ કાંઈ આત્મા નથી. આત્મા તો દેહથી ભિન્ન તત્ત્વ છે. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે, દેહનું સ્વરૂપ પૌગલિક છે. આ ભેદજ્ઞાન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દેહાધ્યાસ છૂટે નહિ. અને જ્યારે આ ભેદજ્ઞાન આત્મસાત્ થઈ જાય ત્યારે કેટલાક ઉત્તમ આત્માઓ દેહાધ્યાસથી એટલી હદે ઉપર ઊઠે કે પ્રાણાંત પરિષદોમાં પણ સાવ નિર્લેપ રહે. ખંધક મુનિવર-ગજસુકુમાલ મુનિ-સ્કંદકાચાર્યના શિષ્યો આદિ આનાં ઉદાહરણો છે. આમાં દેહાત્મભેદ-જ્ઞાન મુખ્ય ભાગ ભજવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી એટલે જ પેલી પંક્તિ દ્વારા સરસ દેહાત્મભેદજ્ઞાન કરાવે છે.
પચીસમી કડીમાં તેઓ જણાવે છે કે જેમ વાયુના વેગથી સમુદ્રમાં ભરતી પ્રગટે છે, એમ કર્મના કારણે જીવના એ બધા કાલ્પનિક-અસ્થાયી પર્યાયો પ્રગટે છે. સ્થિર/સમ્યગ્દષ્ટિથી નિહાળીએ તો, આત્માનું વાસ્તવિક-સહજ સ્વરૂપ સમજાય અને એનું પ્રાગટ્ય પણ થઈ શકે. શુદ્ધ નયની ભૂમિકાએ આટલું નિરૂપણ મર્મસ્પર્શી શબ્દોમાં કરીને પૂજય ઉપાધ્યાયજી પરમ પથના પથિકની આઠ વિશેષતાઓ સઝાયના સમાપન પૂર્વે દર્શાવે છે : (૧) ધર્મની ધારણા. શક્ય તેટલું વિશેષ ધર્મારાધન કરવું. જો કે પરિણતિરૂપે તો ધર્મ ક્ષણે ક્ષણ ધબકતો હોય પરમપદના પથિકના જીવનમાં (૨) મોહરૂપી ચોરને માર. આત્માને સંસારમાં ભટકાવનાર મહાશત્રુ છે મોહ. એનું અસ્તિત્વ છે માટે જ અજ-અજર-અમર આત્માને જન્મ-જરા-મરણનાં દુઃખ સહેવાં પડે છે. આ ભયાનક શત્રુને જેટલો મરણતોલ માર પડે એટલો પાડવો. (૩) જ્ઞાનરુચિવેલનો વિસ્તાર : કૃત્ય-અકૃત્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, હેય-શેય-ઉપાદેય ઇત્યાદિની યથાર્થ સમજ સમ્યજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. માટે સમ્યજ્ઞાનની રુચિરૂપ વેલડીનો વિસ્તાર કરવો. (૪) કર્મનું જોર વારવું. કર્મસત્તા જાલિમ છે અને દરેક જીવને આ સંસારના રંગમંચ પર નચાવ્યા કરે છે એ વાત ખરી. પણ ધર્મસત્તા એનાથી ય અધિક બલવાન છે. એનું પીઠબળ પામેલ આત્મા કર્મનો સંપૂર્ણ ક્ષય કરી
સૌજન્ય : શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ, પાટણ
(૧૦૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org