SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્કૃતગહ કરનાર જીવે આ ત્રણ પદે વ્યાપક દૃષ્ટિએ દુષ્કૃતગર્હા કરવી જોઈએ. આયુર્વેદમાં પણ રોગનિવારણ માટે આ ત્રણ તબક્કાની પદ્ધતિ સ્વીકૃત છે. ૧. વિરેચન આદિ દ્વારા જૂનાભૂતકાળના મલનો નાશ. ૨. પથ્યપાલન દ્વારા વર્તમાનમાં મલ જામવાનો અભાવ અને ૩. દુષ્પાચ્ય પદાર્થોના ત્યાગ દ્વારા ભાવિકાળમાં મલ ન જામે તેવી જાગૃતિ. આ ત્રણેય વાત પેલા ત્રણ શાસ્રપદો સાથે સંબંધિત થાય તેવી છે. પૂજ્ય ઉપાધ્યાયજી પ્રસ્તુત કૃતિમાં દુષ્કૃતગહના ઉપસંહાર સમયે આ સમગ્ર વાતને અત્યંત ટૂંકા શબ્દોમાં આ રીતે ગૂંથી લે છે કે ‘પાપ જે એહવા સેવિયા, નિંદીએ તેહ ત્રિકું કાળ રે...' આ રીતે ‘મિચ્છા મિ દુક્કડં' નો નાદ તેઓ નવમીથી ચૌદમી કડીમાં ખૂબ સરસ ગુંજતો કરે છે. તે પછી પંદરમી કડીના ઉત્તરાર્ધથી બાવીસમી કડી સુધી તેઓ સુકૃત અનુમોદનાનું નિરૂપણ કરે છે. સુકૃત અનુમોદનાના બે પ્રકાર છે : (૧) સ્વના સુકૃતની અનુમોદના (૨) અન્યના સુકૃતની અનુમોદના. પોતે કરેલ સુકૃતની અનુમોદના પ્રથમ પ્રકારમાં આવે. પરંતુ તેમાં એ તકેદારી ખાસ રાખવાની કે જરાય અહં કર્તૃત્વનો અંશ ન ભળે. જો એ અંશ ભળે તો સુકૃતની અનુમોદના મૂલ રૂપ ગુમાવીને આત્મશ્લાઘામાં પલટાઈ જાય અને અકલ્પ્ય નુકસાન કરી દે. બીજા પ્રકારમાં આ ભય નથી. સુકૃત અનુમોદનાનો હેતુ દર્શાવતા તેઓ લખે છે કે ‘સુકૃત અનુમોદના કિજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે...’ કર્મનો નાશ નોંતરતી આ સુકૃત અનુમોદના પૂજ્ય ઉપાધ્યાયજીએ જે રીતે ગૂંથી છે એને જો બરાબર માણવી હોય તો નેત્રો નિમીલિત કરીને પંદરથી બાવીસ કડી ગાવી જોઈએ. એનાથી માનસપટ પર અંકિત થશે નીચેના ભાવો : • જેનાં સ્મરણો પણ પ્રખર પુણ્યના અનુબંધ સર્જી શકે તે શ્રી તીર્થંકર દેવોના વરસીદાન-ધર્મ દેશનાદાન આદિ નિતાંત નિઃસ્વાર્થ પરોપકાર-કાર્યો. • જે એક જીવને નિગોદની લોખંડી કેદમાંથી મુક્તિ અપાવે છે તે અષ્ટ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થતી સિદ્ધભગવંતોની સિદ્ધાવસ્થા. • આચારના ઉપવનને મહેંકાવવામાં-ખીલવવામાં જેમની આચારપૂત પ્રવૃત્તિઓ મેઘની ગરજ સારે છે તે આચાર્ય ભગવંતોના પંચાચાર. • સૂત્ર અને અર્થનાં રહસ્યો જેમના મુખમાંથી વહેતી જ્ઞાનગંગામાં તરી આવે છે તે ઉપાધ્યાય ભગવંતોની અધ્યાપનની પ્રવૃત્તિઓ. • જેમની સાધના અનેકોના શીશ ઝુકાવી દે તે સાધુઓની મૂલ-ઉત્તરગુણનિષ્ઠ સાધુતા. • દેશવિરતિધર વ્રતનિષ્ઠ શ્રાવકોના યતનાથી ઝળહળતાં ધર્મકર્તવ્યો. ૧૦૦ • સમ્યગ્દષ્ટિ દેવો અને સમ્યક્ત્વ-મંડિત માનવોના સ્પૃહણીય સદાચારો. • અન્ય પરંપરામાં રહેલ જૈનેતરોમાંય ઝળહળતા જિનોક્ત દયા-ક્ષમા-ઔદાર્યાદિ ભાવો. • નહિવત્ સંસારરાગ અને પાપપ્રવૃત્તિમાં મંદભાવના કારણે જેઓ ઉચિત પ્રવૃત્તિમાં સૌજન્ય : શ્રી ઓસ્કાર વાલ્લસ પ્રા. લિ., પાટણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy