________________
સવિસ્તર-સરલ ભાવવાહી નિરૂપણ આરંભે છે.
એમાં ચોથી કડીથી આઠમી કડીમાં ચતુઃ શરણની પ્રરૂપણા છે. આ પ્રરૂપણાના પ્રારંભે તેઓ ચતુઃ શરણ સ્વીકારનો હેતુ દર્શાવે છે કે “શુદ્ધ પરિણામને કારણે ચારનાં શરણ ધરે ચિત્ત રે...” આ હેતુ લક્ષ્યમાં રાખીને અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મના શરણનો સ્વીકાર કરવાનું તેઓ કહે છે. તેમાં અરિહંત તીર્થંકર દેવોના શરણના સ્વીકાર સમયે, રજત-સુવર્ણ-રત્નના દેવનિર્મિત સમવસરણમાં વિરાજીને પુષ્પરાવર્તના મહામેઘની જેમ ધર્મદેશનાની અખંડ ધારા વહાવવા દ્વારા ભવ્ય જીવોના સંદેહ-સંતાપ શમાવનારા જગદીશ્વર અને જગન્મિત્ર શ્રી તીર્થંકરદેવોનું હૂ-બ-હુ શબ્દચિત્ર તેઓ રજૂ કરે છે. તો સિદ્ધભગવંતોના શરણસ્વીકાર સમયે, આઠે આઠ કર્મોના ચૂરેચૂરા કરી નાંખીને બેરોકટોક શિવપુરીનું સામ્રાજય માણતાં સચ્ચિદાનંદ સ્વરૂપી સિદ્ધ ભગવંતોનું કલ્પનાચિત્ર માનસપટ પર શબ્દપંક્તિઓ દ્વારા તેઓ ઉપસાવે છે.
સાધુના શરણસ્વીકાર સમયે, મોક્ષમાર્ગની સાધનામાં પ્રવૃત્ત ગણાવીને તેઓ ફક્ત એક જ પંક્તિમાં મોટો ભાવ સમાવી દે છે કે “ભવ તર્યા ભાવ નિર્ચન્થ રે...” જે મૂલગુણ-ઉત્તરગુણથી યુક્ત છે તે ભાવસાધુઓ સંસારમાં હોવા છતાંય (આસન્ન મુક્તિગામી હોવાના કારણે) સંસાર તરી ગયા હોવાનું તેઓ જણાવે છે. આવા ભાવસાધુનું શરણ સ્વીકારનાર સ્વયં સંસારસાગરને સુગમતાથી પાર કરી જાય... છેલ્લે, ચોથા શરણરૂપે ધર્મને ગણાવીને તેઓ કહે છે કે દયા-કરુણા એ ધર્મનો પ્રાણ છે અને આ જિનોક્ત ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે. ત્યાં પણ તેઓએ એક પંક્તિ બહુ મજાની પ્રયોજી છે કે “પાપજલ તારવા નાવ રે...” અર્થાત્ ધર્મ તો પાપકર્મોના જલથી ભરેલ સંસારસાગરને તરાવી દેનાર નાવ છે. આ રીતે “ચત્તારિ સરણે પવન્જામિ'ના નાદને ચોથીથી આઠમી કડીમાં તેઓએ આલાદક રીતે ગજાવ્યો છે. તે પછી નવમી કડીના ઉત્તરાર્ધથી ચૌદમી કડીમાં તેઓએ દુષ્કૃતગહનું નિરૂપણ કર્યું છે. દુષ્કૃત એટલે પાપકૃત્યો અને ગહ એટલે (ગુરૂસાક્ષીએ) તેની કબૂલાત-નિંદા. દુષ્કૃતગર્તાનો હેતુ દર્શાવતાં તેઓ લખે છે કે “દુરિત સવિ આપણા નિંદીએ, જિમ હોય સંવર વૃદ્ધિ રે...” નૂતન કર્મોનું આગમન અટકે તે સંવર. એની વૃદ્ધિ કરે છે દુષ્કૃતગર્તા. આ વિષયમાં તેઓ જણાવે છે કે આ જન્મમાં કે પૂર્વજન્મોમાં પરમાત્માની આશાતના વગેરેના જે ગુણાઘાતી ભયાનક પાપો આચર્યા હોય તેની નિંદા કરવી. આ ઉપરાંત ગુરુજનોની હિતવાણી અવગણીને સ્વમતિકલ્પનાથી પ્રરૂપણાઓ કરીને લોકને ઉન્માર્ગે દોરવ્યા હોય તેની પણ નિંદા કરવી. આટલી દુકૃતગહ બાદ તેઓ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મપરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખ્યાન- ચાડીયુગલી-રતિ-અરતિપરપરિવાદ-માયામૃષાવાદ-મિથ્યાત્વ; આ અઢાર પાપસ્થાનકોમાંથી પ્રત્યેકના જે જે દોષસેવન આપણા જીવે જાણ્યે-અજાણ્ય કર્યા હોય તેની નિંદા/માફી આપવાનું જણાવે છે.
કઈ રીતે થાય આ ગહ ? તો શાસ્ત્રો એના માટે ત્રણ પદ દર્શાવે છેઃ ૧. અઇઅં નિંદામિ અર્થાત્ ભૂતકાળમાં થઈ ચૂકેલ પાપોને ખરા અન્તઃકરણ પૂર્વક નિંદુ છું. ૨. પડપન્ન સંવરેમિ અર્થાત્ વર્તમાનકાળમાં થતાં પાપોથી વિરમું છું અને ૩. અણાગયે પચ્ચક્ઝામિ અર્થાત્ ભાવિકાળના સંદર્ભે પાપોનું પ્રત્યાખ્યાન કરીને-પાપત્યાગની પ્રતિજ્ઞા કરીને તેનો પરિહાર કરું છું.
સૌજન્ય : શ્રી હંસરાજ લક્ષ્મીચંદ, પાટણ
( ૯૯]
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org