SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ક્રોધનો અનુબંધ ન રાખવો. ઉપશાન્ત બની રહેવું એ તો સૌથી સરસ બાબત છે. પરંતુ કષાયવશ આવેશ આવી જાય અચાનક જ, તો ય એનો અનુબંધ તો ન જ રખાય. અનુબંધ એટલે દીર્ઘ કાલ સુધી તેવી વિચારણા જારી રાખવી. કો'ક ઘટનાવશ કો'કના પ્રત્યે ગુસ્સો આવી જવો, તે થયો ક્રોધ. અને એ ગુસ્સાને ઘણા સમય સુધી સતત ટકાવી રાખવો તે થયો ક્રોધનો અનુબંધ. વેરીપુત્રદ્ધા નરયં સર્વેતિ' આદિ પંક્તિઓ દ્વારા શાસ્ત્રો જણાવે છે કે વૈરાનુબંધી જીવો નરકાદિ દુર્ગતિમાં જાય છે. ક્રોધાનુબંધી જીવ પોતાના આત્માને તો નુકસાન કરે જ છે, સાથે સામા પાત્રોનેય જાન હણવા સુધીના નુકસાન કરે છે. વાંચો પેલા વૈરાનુબંધી પરદેશી ક્રોડપતિ ધનિકનો પ્રસંગ : એ ધનિકના એકના એક દીકરાને હડકાયો કૂતરો કરડ્યો અને દીકરો મૃત્યુ પામ્યો. આના કારણે સમગ્ર શ્વાનજાત પ્રત્યે ધનિકને ભયંકર વૈરાનુબંધ જાગ્યો. એ જીવ્યો ત્યાં સુધી કૂતરાઓને મારી નાખવામાં ધન વેડફયું અને મર્યા પછી એ કાર્ય ચાલુ રહે માટે વીલમાં એના માટે ખાસ રકમ ફાળવતો ગયો ! ! આ છે વૈરાનુબંધ. એ ખતરનાક ને નુકસાનકારક હોવાથી પાંચમાં આદર્શમાં એના પરિત્યાગની વાત જણાવાઈ છે. (૬) સત્ય વચન બોલવાં. રાગ-દ્વેષ અને અજ્ઞાન, આ ત્રણ કારણે અસત્ય બોલાય છે. એમાં અજ્ઞાનવશ-અજાણતાં ય અસત્ય ન બોલાઈ જાય તેની તફેદારી રાખવી અને રાગ-દ્વેષવશ અસત્ય નહિ બોલવું એ આ છઠ્ઠા આદર્શનું લક્ષ્ય છે. ધર્મીજન સત્યનો ઉપાસક હોવો જોઈએ અને એ સત્ય શાસ્ત્રપરિકર્મિત હોવું જોઈએ, એ અહીં યાદ રહેવું ઘટે. (૭) સમ્યક્તરત્ન પ્રતિ રુચિ પ્રગટાવવી ‘નનો¢તન્વેષ સગાશ્રદ્ધાનપુષ્યતે” આ યોગશાસ્ત્રના વચન મુજબ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના નિરૂપેલ તત્ત્વો પ્રત્યે રુચિ-શ્રદ્ધા રાખવી તે છે સમ્યક્ત. આ સમ્યક્તરત્ન પ્રત્યે રુચિ-આદર જગાવવાના આદર્શને આત્મસાત્ કરવામાં શ્રી જિનેશ્વરપ્રભુની પૂજા ભક્તિ-સ્તવના-સેવા તેમ જ તત્ત્વ સમજવાની જિજ્ઞાસા સહાયરૂપ બને છે. (૮) કુમતમતિ કાચનો ત્યાગ. સમ્યક્ત જો અણમોલ અને ઉત્તમ રત્ન છે, તો કુમત કોડીનય કિંમતનો ન હોય તેવો કાચ છે. કાચ ભલે ને સૂર્યકિરણોના કારણે ઝગારા મારતો હોય, તો ય એ રત્નની બરાબરી તો ન જ કરી શકે. બરાબર એ જ મુજબ કુમત ભલે ને ગમે તેવી આભા ધરાવતો હોય, તો પણ એ સમ્યમાર્ગની બરાબરી ન જ કરી શકે. માટે જિનેશ્વર પ્રરૂપિત સમ્યમાર્ગને જાણીને અન્ય કુમતનો પરિહાર કરવાની પ્રેરણા આ આદર્શ આપે છે... આટલું નિરૂપણ કર્યા પછી પૂજ્ય ઉપાધ્યાયજી આ સજઝાયના મુખ્ય વિષયસ્વરૂપ ચતુ:શરણ દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદનનું વિસ્તારથી નિરૂપણ કરે છે. આ ત્રણ બાબતો આત્મશુદ્ધિના-આત્મવિકાસના ક્રમમાં એટલી મહત્ત્વની છે કે “પંચસૂત્ર' જેવા ગ્રન્થમાં એને તથાભવ્યત્યાદિ ભાવોની પ્રાપ્તિના સાધનરૂપે ગણાવાઈ છે. ત્યાં આ પાઠ છે કે “વÍવાનો तहा भव्वत्ताई भावओ तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं दुक्कडगरिहा सुकडाण सेवणं અર્થાત પાપકર્મોનો નાશ તથાભવ્યત્વાદિ ભાવો દ્વારા થાય છે અને તેના (તથાભવ્યત્વના) પરિપાકના સાધનરૂપે ચતુદશરણ-દુષ્કૃતગર્તા-સુકૃતોનું સેવન છે. પૂજય ઉપાધ્યાયજી એથી જ એનું ८८ ૯૮ સૌજન્ય : શ્રી સોનાર કન્સ્ટ્રક્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy