________________
શકે છે. આ ધ્યાનમાં રાખીને કર્મના જોરને વારવાની વૃત્તિ પ્રગટાવવી. (૫) દ્વેષ રસને જારવો. જારવું એટલે જીર્ણ-શીર્ણ કરવું. શેષ બાકી રહેલ દ્વેષભાવનાનેય અત્યંત જીર્ણ-મૃતપ્રાયઃ કરી દેવાની વૃત્તિ જગાવવી. (૬) પૂર્વમુનિ વચન સંભારવા. પૂર્વકાલીન ભવભીરુ પ્રાજ્ઞ મુનિઓના રચેલ સૂત્રાર્થોનું સ્મરણ કરવું. કહ્યું છે કે “સૂત્રાર્થાનુ મરત:, રવિ વિનાશનં મવતિ' અર્થાત સૂત્રાર્થોનું અનુસ્મરણ કરવાથી રાગ-દ્વેષાદિનો તેટલા તેટલા પ્રમાણમાં વિનાશ થાય છે. માટે પૂર્વર્ષિઓનાં વચનો સંભારવાં. (૮) કર્મને નિઃશેષ સારવાં. સારવું એટલે ખેરવી નાંખવું-પાડી નાંખવું. કર્મોને સંપૂર્ણપણે પાડી દેવાની-ખતમ કરવાની વૃત્તિ ધરવી. આ આઠ વિશેષતાઓ પરમ પદના પથિકમાં ઝળહળતી હોય, એમ પૂજ્ય ઉપાધ્યાયજી કહે છે.
આ બધાની સાથે જ, મોક્ષના ધોરી માર્ગ જેવો ઉદાસીનભાવ અર્થાત્ અંતરથી નિર્લેપ રહેવાની કળા પણ મુમુક્ષુમાં સતત ધબકતી હોવી જોઈએ. તો જ પરમપદ પામી શકાય. પૂજય ઉપાધ્યાયજી એથી અઠ્ઠાવીસમી કડીમાં લખે છે કે :
દેખીયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે ;
તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિન પરમધામ રે...” જીભ છે એટલે એ, ભોજનનો સ્વાદ જરૂર અનુભવવાની. પરંતુ પછી એમાં સારો સ્વાદ હોય તો રાજી રાજી ન થઈ જવું અને કડવો સ્વાદ હોય તો રંજ ન કરવો એનું નામ ઉદાસીનભાવ-નિર્લેપભાવ છે. આ બહુ શ્રમસાધ્ય છે. વાંચી છે પેલી કથા ?
એક સંત પાસે કોઈ સાધક સાધનાનાં રહસ્યો પામવા આવ્યો. સંતે એને પ્રથમ કાર્ય સોંપ્યું કે તું કાનથી માત્ર સાંભળજે. આંખથી માત્ર જોજે, નાકથી માત્ર સુંઘજે વગેરે. પેલાએ વિસ્મિત થઈ જઈને સંતને કહ્યું કે આમાં સાધના ક્યાં છે ? આ તો અમે રોજ કરીએ છીએ. સતે હસતાં હસતાં ઉત્તર આપ્યો કે તું કાનથી માત્ર સાંભળતો નથી, આંખથી માત્ર જોતો નથી, નાકથી માત્ર સુંઘતો નથી; બલ્બ એમાં તારા ગમા-અણગમાય ભેળવે છે !! એ ગમા-અણગમાં ન ભેળવે અને તું જો નિર્લેપ થઈ જાય તો એ જ મોટી સાધના થઈ જાય ! !
ઉદાસીનભાવ-નિર્લેપભાવ એક સાધના છે. પૂજ્ય ઉપાધ્યાયજી એને વળગી રહેવાનું જણાવીને એને પરમધામના માર્ગરૂપે લેખાવે છે...
અંતિમ કડીમાં પૂજય ઉપાધ્યાયજી જણાવે છે કે આ “અમૃતવેલ' ને જે આદરશે એ સુયશ-કીર્તિ પામશે...આત્મિક આનંદની રંગ રેલ પામશે... અમૃતવેલની સજઝાયની આ ખાતરીની અનુભૂતિ કરવા આપણે “ચત્તારિ સરણે પવન્જામિ મિચ્છા મિ દુક્કડ અને ઇચ્છામિ સુકડ” આ ત્રણ સૂત્રોને જીવનમગ્ન બનાવીએ.
પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના મુખ્ય જીવનકાર્ય “જ્ઞાનસાધના' અંગે જ સતત પ્રબલ પુરુષાર્થ કરતી, પૂજ્ય મહોપાધ્યાયજીના પુણ્યનામથી અંકિત, અને તેઓશ્રીની જન્મભૂમિ કનોડાની સાવ નિકટવર્તી, એવી મહેસાણાની “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા' તેની જન્મશતાબ્દી ઊજવી રહી છે ત્યારે અમારી હાર્દિક શુભેચ્છા છે કે પાઠશાળા પણ પૂજ્ય મહોપાધ્યાયજીની જેમ શ્રી સંઘને ચિરસ્મરણીય જ્ઞાનપ્રકાશ અર્પતી રહે..... ૧૦૨)
સૌજન્ય : એક સદગૃહસ્થ, પાટણ
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org