________________
કલિકાલ-શ્રુતકેવલી-લઘુહરિભદ્ર અને દ્વિતીય હેમચન્દ્ર જેવા ગૌરવપૂર્ણ બિરુદોથી સમકાલીન મહાત્માઓ દ્વારા સન્માનિત થયેલ સમર્થ શ્રુતધર પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર એટલે એક એવી વિરલ પ્રતિભા કે જેમની નિરૂપણ શૈલી કોઈ પણ ભાષામાં અને કોઈ પણ વિષયમાં સબલ-સચોટ બની રહે. નવ્યન્યાયના ગહન ચર્ચાયુક્ત સંસ્કૃત ગ્રન્થો હોય કે આત્મોન્નતિના યા ભક્તિનાં તત્ત્વોને સરલ-સરસ રીતે આલેખતી ગુજરાતી કૃતિઓ હોય; સર્વત્ર છાશમાં માખણ તરી આવે એમ તેઓની નિરૂપણશૈલી અલગ તરી આવે છે અને એના કારણે એમની કૃતિઓ ભક્તોથી લઈને વિદ્વાનોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
‘અમૃતવેલ’નો આસ્વાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ (પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરિજી સમુદાય)
એમની આવી એક ચિત્તાકર્ષક કૃતિ છે અમૃતવેલની સજ્ઝાય. રસઝરતી ૨૯ ગુજરાતી કડીનો વ્યાપ ધરાવતી આ કૃતિ ખરેખર નામ પ્રમાણે જ ગુણ ધરાવતી અમૃતવેલ છે. શ૨ી૨માં ઝેર વ્યાપ્યું હોય ત્યારે જો અમૃતવેલનો સંયોગ થઈ જાય તો ઝેર તાબડતોબ નાબૂદ થઈ જાય છે. બરાબર એ જ મુજબ આ અમૃતવેલની સજ્ઝાયનો જો સંયોગ થઈ જાય તો આત્મપ્રદેશોમાં વ્યાપેલ વિષય-કષાયનાં ઝેર ઝડપથી દૂર થઈ જાય અને આત્મા અજર-અમર પદ પામવા તરફ પ્રગતિ કરે : પણ શરત એટલી કે એ અમૃતવેલ સાચા અર્થમાં આત્મસ્પર્શી કરવી જોઈએ. આપણે એને આત્મસ્પર્શી બનાવવા માટે એનો અમૃત-આસ્વાદ માણીએ :
સજ્ઝાયની પ્રથમ કડી જાણે લક્ષ્યની પ્રસ્તાવનારૂપ ભાસે છે. પ્રથમ કડીમાં પૂજ્ય ઉપાધ્યાયજી કહે છે કે હે ચેતન ! અર્થાત્ હે આત્મન્ ! જ્ઞાનનું અજવાળું પ્રાપ્ત કર અને મોહના સંતાપ દૂર કર. જેમ જેમ પ્રકાશ પથરાતો જાય તેમ તેમ અંધકાર દૂર થતો જાય, એમ જેમ જેમ સમ્યક્ સમજ = જ્ઞાનનો પ્રકાશ પ્રગટતો જાય તેમ તેમ મોહનો અંધકાર દૂર થતો જાય. કારણ કે મોહ અજ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન આવે અને આચરણમાં અવતરે એટલે મૂઢ દશા અને એના કારણે થતી અવળી પ્રવૃત્તિઓરૂપ મોહસંતાપ હટે. અને એ જ તો છે ધર્મસાધનાનું લક્ષ્ય. આ લક્ષ્યનું નિરૂપણ કરીને એમાં અવરોધ સર્જતી ચંચળ ચિત્તવૃત્તિને ડામવાની પ્રેરણા કરતાં પ્રથમ કડીના ઉત્તરાર્ધમાં તેઓ કહે છે કે ‘ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે...' બીજી અને ત્રીજી કડીમાં પૂજ્ય ઉપાધ્યાયજી આત્મવિકાસને ઝડપી બનાવે તેવા આઠ આદર્શો આત્મસાત્ કરવાની પ્રેરણા આપે છે. એ આદર્શો આ પ્રમાણે છે : (૧) ઉપશમરૂપ
સૌજન્ય : શ્રી કુલદીપ સારીઝ
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org