________________
ગીતા, અન્ય દર્શનોમાં જે સ્થાન ગીતાનું છે. એવું જ સ્થાન જૈન ધર્મમાં આ ગ્રંથનું હોવું ઘટે. દરેકની જિજ્ઞાસાભૂખને સંતુષ્ટ કરવા માટેનો આ અનોખો અમૃત કુંભ છે.
દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગ ધર્મકથાનુયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ વૈરાગ્યયોગઆદિ ઘણા બધા યોગોનો સંયોગ આ ગ્રંથમાં જોવા મળે છે.
બસ; આ સાંભળ્યું ત્યારથી આ ગ્રંથ પ્રતિ મારી રુચિ વધી અને મેં પણ ઘણા ઉત્સાહથી આ ગ્રંથ કંઠસ્થ કરી દીધો, આજે પણ આ ગ્રંથના સ્વાધ્યાયમાં અપૂર્વ આનંદ આવે છે
એના ચિન્તનમાંય બહુ મઝા આવે છે. આત્માની આધ્યાત્મિક વિશ્રાંતિ લેવા માટે આ ગ્રંથ ખરેખર એક અધ્યાત્મ ઉપવનની ગરજ સારે છે. આવા ગ્રંથો ઉપર થતું ખેડાણ અને આચરાતો પ્રચાર જૈન સંસ્કૃતિને અને અંતતોગત્વા આર્ય સંસ્કૃતિને સબળ ટેકો આપવાનું કામ પૂરું પાડી શકે તેમાં જરાય સંશય નથી.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं ॥ વાસનાઓ તૃષ્ણાઓ ભારે શલ્યરૂપ છે, વાસનાઓ ઝેર જેવી છે અને વાસનાઓ ભયંકર સર્પ જેવી છે. જેઓ વાસનાઓને વશ પડી કામભોગોને જ ઝંખ્યા કરે છે. · માગ્યા કરે છે અને કામભોગોની વારંવાર પ્રાર્થના કરતાં છતાંય કામભોગોને પામી શકતા નથી એવા તે અકામો છેવટે દુર્દશાને – દુર્ગતિને પામે છે.
-
Jain Education International
-
સૌજન્ય : શ્રી ગોદમલજી વનાજી પરિવાર
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org