SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક વિષય પર માત્ર આઠ શ્લોક પરંતુ આઠ શ્લોકની આ ગાગરડીનો વિસ્તાર વિષયનું સર્વતોમુખી જ્ઞાન પીરસવા પર્યાપ્ત સમર્થ છે. અને એ વિષયોની સંરચના પણ કેટલી શ્રૃંખલાબદ્ધ કટિબદ્ધ ! પ્રથમ અષ્ટક સાથે સંકળાયેલું બીજું અષ્ટક; બીજા અષ્ટક સાથે ત્રીજું ને ત્રીજાની સાથે ચોથું. એમ બધાં અષ્ટકો એક બીજા સાથે કારણ-કાર્ય ભાવથી જકડાયેલા ને સંકળાયેલા છે. પ્રથમ અષ્ટકમાં આત્માની પૂર્ણતાને વર્ણવી આખા ગ્રંથનું સાધ્યબિંદુ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત કર્યું અને બાકીનાં અષ્ટકોને સાધ્યને સાધી આપનારા સાધન તરીકે નિર્દેશ્યા. વળી આગળ ચાલતાં આગલું અષ્ટક સાધ્ય અને પછીનું સાધન એ રીતે રચના ઘડીને આ ગ્રંથની ઉપયોગિતાને આગલી હરોળમાં સ્થાપી દીધી છે. અર્થથી મહાગંભીર આ ગ્રંથની રચના પૂજ્યશ્રીના પરમભક્ત શાંતિદાસની નજરમાં આવી એમની આ ગ્રંથ પ્રતિ જિજ્ઞાસા ઊભી થઈ પણ સંસ્કૃત માત્રમાં આલેખાયેલો આ ગ્રંથ એમના માટે કઠિન નીવડ્યો. આથી શાંતિદાસે વિનંતી કરી : ગુરુદેવ ! આપશ્રીના આ ગ્રંથનું અવલોકન મારા જેવા મંદમતિ શી રીતે કરી શકે ? આ ગંભીર ગ્રંથ મારા જેવાના ઉપયોગમાં પણ આવે એવું કંઈક કરો ને. વાત્સલ્યનિધાન પૂજ્યશ્રીએ શ્રાવકની વિનંતિ સાંભળી અને ગ્રંથની સરળતા સારુ પોતે જ આ ગ્રંથ પર બાલાવબોધ ટબો બનાવી દીધો જે આજે પણ ઉપલબ્ધ છે. વળી અધ્યાત્મ યોગી શ્રી દેવચંદ્રજી મહારાજ જેવા મહાત્માએ પણ આ ગ્રંથને ઘણા જ ઉમળકાથી વધાવ્યો છે. અને આ ગ્રંથ પર ખેડાણ કરી તેઓશ્રીએ પણ આ ગ્રંથ પર એક સુંદર ટીકા સરજી છે જેનું નામ છે જ્ઞાનમંજરી ! જ્ઞાનસાર પ્રતિ મારું આકર્ષણ કેમ થયું ? એનું રહસ્ય એ છે કે અમારા ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ જ્ઞાનસારના પુસ્તકને સદૈવ પોતાની સાથે જ રાખતા, આ વાતનું મેં બરાબર માર્કિંગ કરેલું અને પછી મેં જ પૂજ્યશ્રીને પૂછેલું કે સાહેબજી ! આ ગ્રંથ કેમ આપશ્રીની સાથે ને સાથે જ હોય છે. ગ્રંથ તો બહુ જ નાનો છે. ત્યારે સાહેબજીએ મુશ્કેરાઈને મને કહેલું કે ભઈલા ! આ એક અખૂટ ભંડાર છે. કદ એનું નાનું છે. પણ ગરિમા એની ગાગરસી નહિ સાગરસી વિરાટ છે. આમાં એટલું બધું ભર્યું છે કે જેથી જયારે જ્યારે આને હું હાથમાં લઉં છું ત્યારે નવું ને નવું કંઈક નીકળ્યા જ કરે છે. આ માત્ર જ્ઞાનકોષ નથી. ચિત્તનની નવનવી ક્ષિતિજો ખોલવા માટેની નાની મોટી ચાવીઓનો આ ઝૂમખો છે. ગમે તે ચાવી લ્યો અને એનાથી ચિત્તનની કોઈ પણ ક્ષિતિજ ખોલો. મઝા આવી જાય છે. અંદર નિમગ્ન બની જવાય છે. આથી આના વગર તો મને ચેન જ નથી પડતું જ્યારે જ્યારે સમય મળે એટલે મારા આ સાથી સાથે હું રમવા માંડે છે. અને એક વાર મારા પરમતારક મગુરુદેવ શ્રી (પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. સા.) એ આ ગ્રંથના મહિમાનું ગાન કરેલું યાદ છે. પૂજયશ્રીએ જણાવેલું કે જ્ઞાનસાર એટલે જૈન ૯િ૪] સૌજન્ય : શ્રી વાલચંદજી ટોકરાજી મહેતા પરિવાર, પૂરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy