________________
રૂપે પરિણમ્યો. ભક્તિસભર હૈયાને વાચા મળી નવપદનાં ઢાળિયાં, સ્તવન ચોવીશીઓ અને આધ્યાત્મિક પદો દ્વારા. સૈદ્ધાંતિક ચર્ચાઓ ઉદ્દભવી દિક્પટ ચોર્યાસી બોલ સવાસો-દોઢસો અને સાડા ત્રણસો ગાથાઓનાં સ્તવનોના રૂપે !
સવાસો ગાથાનું સ્તવન અને સાડા ત્રણસો ગાથાનું સ્તવન એમણે સીમંધર પ્રભુને ઉદ્દેશીને રચ્યું છે. આ પણ એક ખૂબી છે. વર્તમાનકાળની વિષમતા તેઓ જાણે છે. એમની વાત સાંભળવાય સાધુઓ તૈયાર નથી. શ્રાવકો પણ એ જ સાધુઓના દબાણ હેઠળ છે. કેટલાક મોટાઓ પણ મૂળભૂત માર્ગને પ્રામાણિક રહી શક્યા નથી ! કોને કહેવું અને કોની આગળ પોકાર કરવો ! એમાં કોઈ અંતઃસ્ફુરણાના યોગે એમણે નિશ્ચય કર્યો. અરે ! શાનો મૂંઝાય છે ? સાક્ષાત્ વિહરમાન જિન શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહમાં હમણાં આ જ સમયે દેશના દાન કરી રહ્યા છે. કરોડો દેવોથી પરિવરેલા છે, અંતર્યામી છે...શું તેઓ મારી વાત નહિ સાંભળે ? મારા નાથ હૈયાના આધાર શ્રી મહાવીરપ્રભુ તો મોક્ષે ગયા. તેમની પાટે આવનાર વડીલો પણ વિમુખ થયા. હવે કોને કથની કરું ? હે જગદાધાર ! તું જ હવે મારી કથની સાંભળ. આ રીતે શ્રી સીમંધર પ્રભુને ધ્યાનમાં લાવી તેમણે રચના શરૂ કરી. ભરતક્ષેત્રની વાતો આપ ત્યાં રહી સાંભળજો અને એવું કાંઈક કરજો કે અમારે ત્યાંના સહુ કોઈને સત્બુદ્ધિ સૂઝે.
બીજું, ઢૂંઢકમતની ઉત્પત્તિ થયાને ઘણો કાળ વીત્યો ન હતો. સો-સવાસો વર્ષના ગાળામાં તો ફૂલીને ફાળકા જેવા થઈ ગયેલા એ મતનું પણ ખંડન કરવું અગત્યનું હતું. સુવિહિત સાધુઓ વિચરી ન શકે એવા એવા દૂર-સુદૂરવર્તી પ્રદેશોમાં વિચરી-વિચરી એક તરફ બાહ્ય ઉગ્ર ચારિત્રની છાપ પાડી અને બીજી તરફ સાધુ સંસ્થામાં વ્યાપેલા વ્યાપક શિથિલાચાર તરફ આંગળીચીંધણું કરી, તેમનાથી ઉભગાવી એક વિશાળ વર્ગને મૂર્તિપૂજનના સનાતન સિદ્ધાંતથી વિમુખ કરવામાં મુઠ્ઠીભર સાધુઓ સફળ રહ્યા હતા. મુસલમાન શાસકોની મૂર્તિવિરોધી ધર્માંધતા અને ઝનૂને પણ આ મતને પુષ્ટિકારક વર્ગ મેળવી આપ્યો હતો. અંદરોઅંદર સંઘર્ષ અને ઘર્ષણમાં પડેલા મૂર્તિપૂજક સાધુઓને આ વસ્તુ ઇષ્ટ ન હતી છતાં પણ ગાદીની સુરક્ષાના પ્રશ્નમાં ઝકોળ તેમને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા સમય મળ્યો નહિ. પરિણામ વધુ ને વધુ વરવું આવવા લાગ્યું. એવા અવસરે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસ્કૃતમાં કાવ્યાત્મક પ્રતિમાશતક ગ્રંથ બનાવી તેની ટીકા રચી વિદ્વાનોને ઉચ્ચ દલીલો અને તર્કોનું ખાઘ આપ્યું ને સાથે શ્રી વીર પ્રભુ ઉપર હૂંડી લખવા સ્વરૂપ ૧૫૦ ગાથાના સ્તવનના માધ્યમે મૂર્તિલુંપકોની એક એક પ્રબળ દલીલોને પૂર્વપક્ષરૂપે ઊભી કરી કરીને એનાથીય સબળ અને પ્રબળ આગમપાઠપૂર્વકની યુક્તિઓ આપી નિરસી કરી બાળજીવોને પ્રબળ આલંબન આપ્યું. એમની ગૂર્જર કાવ્યરચનામાં શાસ્ત્રોનાં ઉદ્ધરણો ઢગલાબંધ હોવા છતાં, પરપક્ષનું ખંડન ને સ્વપક્ષનું મંડન કરવાનું લક્ષ્ય હોવા છતાં, સુદીર્ઘ પદ્યરચના હોવા છતાં ક્યાંય ક્લિષ્ટતા નથી. મંદ મંદ વહેતી મંદાકિનીના પ્રવાહની જેમ જ શરૂઆતમાં પીઠિકા બાંધી ધીમે ધીમે આગળ વધતો એમનો વાગ્વિલાસ આકરા તર્કની શ્રેણીઓથી પુરજોશમાં વહેતી ગંગાની મધ્યમાં આવેલા આવર્તોનું સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય પરપક્ષીની મજાલ નથી કે આવર્તોને વટાવી શકે. માટે જ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે
સૌજન્ય : શ્રી પુખરાજજી હજારીમલજી મહેતા પરિવાર, પૂરણ
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org