SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઠેકાણે લખ્યું છે કે ઉપાધ્યાયજી મહારાજે જે રીતની સરળતાથી શાસ્ત્રના ભાવો ગુજરાતી ભાષામાં પદ્યરૂપે ઉતાર્યા છે તેવું મારા જીવનમાં મેં બીજા કોઈની પણ રચનામાં જોયું નથી. જેમ જેમ શાસ્ત્રનો બોધ ગહન થતો જાય તેમ તેમ તેઓશ્રીની સીધી અને સાદી જણાતી રચના પણ ગંભીર રહસ્યમય લાગે છે અને જેટલી વાર એનો સ્વાધ્યાય-મનન કરાય તેટલી વાર તેમાંથી નવા નવા પદાર્થો ફુટ થયા વિના રહેતા નથી. એમની રચનામાંથી રહસ્યો પ્રાપ્ત થવાનું કારણ બીજું કશું જ નહિ પરંતુ એમની વચનચુસ્તતા જ છે. શ્રી જિનેશ્વરોના કથન અનુસારે જ લેખન કરવાનું એમનું ધ્યેય છે અને એ ધ્યેયને જીવનની છેલ્લી ક્ષણ સુધી એક પતિવ્રતા સ્ત્રી કે સીમા પરના સૈનિકની જેમ એ વફાદાર રહ્યા છે. માટે જ એકથી વધુ ઠેકાણે એમણે ગર્વભેર કહ્યું છે કે નામૂલં તિરતે વિવિત્ | અથવા વાણીવાચકજશ તણી કોઈ નયે ન અધૂરી રે... આવી વચનાનુરાગિતા કે વચનચુસ્તતા વિના આવા હૈયાના ઉદ્ગારો નીકળવા શક્ય જ નથી. સૌજન્ય : શ્રી મૂલચંદજી કેશરીમલજી પરિવાર, પૂરણ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy