________________
મૂલ્યો ન હોય. કોઈક જ ગ્રંથ એ કસોટીએ પાર ઊતરતા હોય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના લોકભાષામાં રચેલ ગ્રંથો જાણે એ નિયમના અપવાદરૂપે ન રચાયા હોય તેવાં ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો ધરાવે છે.
એમનો રચેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ હોય કે શ્રીપાળરાસનો ઉત્તરાર્ધ હોય, સમુદ્ર વહાણ સંવાદ હોય કે જિન ગુણ સ્તવનાઓ અને વૈરાગ્યપ્રદ સજઝાયો હોય દરેક કૃતિ કાંઈક નવું-અપૂર્વ સાહિત્યિક મૂલ્ય લઈ આવે છે.
જૈન કવિઓની કૃતિમાં સાહિત્યિક મૂલ્યને દર્શાવવા સાથોસાથ જૈન સિદ્ધાંતિક મૂલ્યોની જડબેસલાક પકડ હોવી જરૂરી હોય છે, તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે દરેક જગ્યાએ અકબંધ જાળવી રાખી છે. માટે જ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની જેમ જ એમની દરેક-દરેક ગુજરાતી-હિંદીમારવાડી ભાષામાં રચાયેલી શાસ્ત્રવચનરૂપ ગતિ પણ ટંકશાળી મનાય છે.
એક તરફ પ્રત્યુત્પન્ન પ્રજ્ઞા, વિશદ શાસ્ત્રબોધ, નબન્યાયાદિનું તલસ્પર્શી અધ્યયન, સ્વપર સમયની જબરજસ્ત ગીતાર્થતા, સવિશુદ્ધ ચારિત્ર અને આગમ અને પૂર્વાચાર્ય પ્રણીત ગ્રંથોના દોહનથી ઉત્પન્ન થયેલ તેમજ તે ગ્રંથોના આધારે અનેકાનેક નૂતન ગ્રંથોની રચના દ્વારા સ્થિરતા પ્રાપ્ત તેમનો સંવેગ હતો તો બીજી તરફ તે સમયના આચાર્યથી માંડી નાના-મોટા અનેક સાધુઓની પરાકોટીની આચારવિષયક-વિચારવિષયક-અને પ્રરૂપણાવિષયક શિથિલતાનો પૂરવેગે થતો પ્રચાર-પ્રસાર. આ બેય કલાયમેકસ કોટિની વિષમતામાં કાર્ય કરવું અત્યંત કઠિન થઈ ગયું. એમનો સંવેગ, એમની પ્રજ્ઞા, એમનો શાસ્ત્રબોધ, એમની સિદ્ધાંતનિષ્ઠા, એમની પ્રવચનભક્તિ એમને આ બધું સહવા દેતી ન હતી અને કહેવા જાય તો સામેથી સર્વ પ્રકારના પ્રહારો આવી પડતા હતા. શું કરવું ? મૂંઝવણનો એ મેરુભાર જો બીજી કોઈ વ્યક્તિ હોય તો સહી ન શકે પરંતુ એમણે માર્ગ કાઢ્યો. જે થવું હોય તે થાય. શાસન માટે ખફા થવાનું તો કોઈક ભાગ્યશાળીને જ ભાગ્યે હોય. એ ન્યાયે ઉપાડી કલમ અને આવાહન કર્યું સિદ્ધ સરસ્વતીનું ! સંસ્કૃત-પ્રાકૃત ગિરામાં અવતાર પામતી ભારતીએ કાળ વેળાની જરૂર સમજી ગૂર્જરગિરામાં પ્રગટવાનું આરંભ્ય.
પરિણામે સિદ્ધાંતનિષ્ઠ ઉપાધ્યાયજીએ રચ્ય સિદ્ધાંતદર્શક સ્તવનો-ઢાળો અને રાસાઓ ! ભક્તિનિષ્ઠ ઉપાધ્યાયજીએ ઠાલવ્યો પરાકોટિનો ભક્તિરસ, સ્તવનોના માધ્યમે ! વૈરાગ્યનિષ્ઠ ઉપાધ્યાયજીએ વહેવરાવ્યો વૈરાગ્યનો ઝરો, સઝાયોના માધ્યમે ! એમાં મળી શ્રી સંઘને ન્યાયની નૂતન શૈલીમાં સૈદ્ધાંતિક ચર્ચાઓ. એમાં મળી શ્રી સંઘને ભક્ત હૃદયની દરેક પ્રકારની જીવંત સંવેદનાઓ... એમાં મળી શ્રી સંઘને મહાપુરુષોના જીવનની રસપ્રદ ઘટનાઓ જુદા જ પરિપ્રેક્ષ્યમાં. પ્રમાણનય-નિક્ષેપ અને નવ્ય ન્યાયની ભાષાનો ગૂર્જરાવતાર દ્રવ્યગુણપર્યાયના રાસના
સૌજન્ય : શ્રી મિશ્રીમલજી પાનાજી પરિવાર, પૂરણ
૮િ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org