SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અષ્ટપદી, રાસ, ફાગ, ચોપાઈ વગેરે ગુજરાતી રચનાઓ દ્વારા પ્રભુ-સ્તવનાથી પ્રારંભીને જૈન દર્શનના પ્રત્યેક પદાર્થોનું નિરૂપણ કરીને સંસ્કૃત-પ્રાકૃતના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ રચનાઓમાં પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ અનુષ્ઠાનોના ભાવો સુંદર રીતે નિરૂપાયા છે. ભગવાનના ગુણો, પોતાના અવગુણો આત્મનિંદા, ભગવટ્સમર્પણ, આત્માનુભૂતિ, અધ્યાત્મભાવની ખુમારી, ભગવાનનું સ્વરૂપ, અંતિમભવો કલ્યાણકાદિનાં સ્થળો, માતા, પિતા, લંછન, શાસન યક્ષ-યક્ષિણી વગેરે માહિતી, આધ્યાત્મિક ભાવો, જ્ઞાનનય, ક્રિયાનય, નિશ્ચયનય, વ્યવહારનય, ઉત્સર્ગ, અપવાદ, સૈદ્ધાંતિક ચર્ચા, અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ એના વિપાકો, સમ્યગ્દર્શનના ૬૭ બોલનું સ્વરૂપ, આઠ દૃષ્ટિનું સ્વરૂપ, ૧૫૦ કલ્યાણકો, અગિયાર ગણધારો, પ્રતિક્રમણની વિધિનો સૂત્રક્રમ વગેરેનાં કારણો સ્થાનકવાસી, દિગંબર વગેરે સાથેના તાત્વિક મતભેદો મિથ્યા-સિદ્ધાંતોની સમાલોચના, ઉન્માર્ગ પ્રવર્તકોની કઠોર આલોચના, સુગુરુ-કુગુરુનું સ્વરૂપ, સમતા-સમાધિભાવમાં સ્થિર રહેવા માટેની સામગ્રી અંતિમ સમાધિ માટેની સાધના, પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ, સમ્યત્વનાં છ સ્થાનો, સંયમશ્રેણી વગેરે વિષયોના નિરૂપણ દ્વારા ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવી એની ગરિમાને ગરિષ્ઠ બનાવી છે. આવા સમૃદ્ધ ગૂર્જર સાહિત્યને ખૂબ જ પરિશ્રમપૂર્વ સંગૃહીત કરી તેનો વર્ષો પૂર્વે “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧-૨માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રીતે વિવિધ પ્રકારે તેઓ શ્રીમદે શ્રી જૈન સંઘ ઉપર કરેલો ઉપકાર વર્ણનાતીત છે, જે ઉપકારોનું સ્મરણ થતાં જ હૈયું ગદ્ગદિત થઈ જાય છે. તેઓ શ્રીમના સ્વર્ગવાસને આ વર્ષે ૩૧૦ વર્ષ પરિપૂર્ણ થાય છે. જૈન સંઘ ઉપર આવો મહાન ઉપકાર કરનાર મહર્ષિના સાંગોપાંગ જીવનપ્રસંગોની કે એમના જન્મ સ્વર્ગવાસના દિવસની નોંધ મેળવવા પણ આપણે ભાગ્યશાળી બની શક્યા નથી, એ ખેદની વાત છે. આવા સમર્થ સાહિત્ય-સર્જક મહાપુરુષે પોતાના જીવન ઉપર પ્રકાશ પાડે એવું કંઈ લખ્યું નથી એ એમની અંતર્મુખતાની પ્રતીતિ કરાવે છે. અને તે કાળના અન્ય સાહિત્યસર્જકે પણ એની નોંધ ન લીધી. એ પણ દર્શાવે છે કે તેઓશ્રીએ કેવા કપરા સંજોગોમાં અને કેવા કેવા લોકોનો વિરોધ વેઠીને માર્ગરક્ષા કરી હશે અને એ માર્ગ-રક્ષાના ફળરૂપે એમને અને એમના રચેલા સાહિત્યને પણ કેવા કેવા લોકોની અપ્રીતિના ભોગ પણ બનવું પડતું હશે. લગભગ તેઓ શ્રીમદ્રના સમકાલીન પૂ. કાંતિવિજયજી મહારાજે રચેલ “સુજસવેલી ભાસ” જો આજે ન મળ્યો હોત તો થોડી પણ જે એમના જીવનની માહિતી મળે છે, તે પણ આજે આપણને મળત કે કેમ તે સવાલ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કેવળ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જ ગ્રંથો રચી વિશ્વોપકાર કર્યો છે એમ નહિ પરંતુ લોકભોગ્ય ગુજરાતી-મારવાડી અને હિંદી ભાષામાં પણ વિવિધ ગ્રંથો રચી ઉપકાર કર્યો છે. સામાન્યતઃ એમ કહેવાય છે કે લોકભાષામાં રચેલા ગ્રંથોમાં ઉચ્ચ સાહિત્યિક ૮િ૮ સૌજન્ય : શ્રી લવજીભાઈ નરસીંગજી પરિવાર, આજોઘર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy